સોમાલિયામાં ૨.૭૩ મિલિયનથી વધુ લોકોને અન્નની તીવ્ર મુશ્કેલી

Wednesday 09th June 2021 06:23 EDT
 
 

મોગાદીશુઃ  યુએનના હ્યુમેનિટેરિયન્સે જણાવ્યું હતું કે દુષ્કાળ અને અપૂરતા વરસાદને લીધે સોમાલિયામાં ૨.૭૩ મિલિયનથી વધુ લોકો અન્નની તીવ્ર મુશ્કેલી તરફ વધી રહ્યા છે. દેશના કેટલાંક ભાગોમાં વાર્ષિક Guવરસાદ મોડો અને મુખ્યત્વે સરેરાશથી ઓછો થયો હોવાનું યુએન ઓફિસ ફોર કોઓર્ડિનેશન ઓફ હ્યુમેનિટેરિયન અફેર્સ (Ocha) દ્વારા જણાવાયું હતું. જે મેના મધ્યમાં ઘટી ગયો હતો અને મહત્ત્વના Gu પાકની રોપણીની સિઝનને ભારે અસર થઈ હતી.
દેશમાં કથળતી જતી ફૂડ સિક્યુરિટીની પરિસ્થિતિની ૨.૭૩ મિલિયનથી ૨.૮૩ મિલિયન લોકોને અસર થવાની અથવા એપ્રિલ અને સપ્ટેમ્બર ૨૦૨૧ વચ્ચે ગંભીર પરિણામોની સંભાવના  Ochaએ વ્યક્ત કરી હતી.
સોમાલિયામાં માનવતાવાદી પ્રવૃત્તિઓ માટે જરૂરી ફંડની સરખામણીમાં ખૂબ ઓછાં નાણાં ઉપલબ્ધ હોવાનું Ocha દ્વારા જણાવાયું હતું. ૪ મિલિયન લોકોની સહાય માટે ૨૦૨૧ સોમાલિયા હ્યુમેનિટેરિયન રિસ્પોન્સ પ્લાનમાં ૧.૦૯ બિલિયન ડોલરની જરૂર છે તેની સામે હાલ માત્ર ૨૦ ટકા ફંડ એકત્ર થયું છે.
સરકારે ૨૫ એપ્રિલે યુનાઈટેડ નેશન્સ સાથે ચર્ચા કરીને અછતની જાહેરાત કરી હતી. મધ્યમથી તીવ્ર અછતની દેશના લગભગ ૮૦ ટકા વિસ્તારમાં અસર થઈ હતી.  
થોડા દિવસ પછી વરસાદ શરૂ થયો. પરંતુ, કેટલાંક ભાગોમાં જ થયો. તેને લીધે નદીઓમાં પૂર આવ્યા જેની ૪૦૦,૦૦૦ લોકોને અસર થઈ. તેમાંથી ૧૦૧,૩૦૦ લોકોનું સ્થળાંતર કરાયું.
માનવતાવાદી સંસ્થાઓ જે વિસ્તારોમાં ખૂબ જ જરૂર છે ત્યાં પાણીનું વિતરણ અને સેનિટેશન તેમજ હાઈજીન મટિરિયલ, નોન – ફૂડ આઈટમ્સ, રોકડ રકમ અને ફૂડ સપ્લાય પહોંચાડી રહી છે. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter