૧૮ ભારતીયો સાથે જહાજનું અપહરણ

Friday 06th December 2019 06:26 EST
 

નવી દિલ્હીઃ નાઇજિરિયાના દરિયાકિનારા પાસેથી સમુદ્રી લૂંટારુઓએ હોંગકોંગના ઝંડાવાળા જહાજમાં સવાર ૧૮ ભારતીયો સહિત કુલ ૧૯નું અપહરણ કરી લીધું હોવાના અહેવાલ પાંચમી ડિસેમ્બરે મળ્યા છે. ભારતીયોના અપહરણના સમાચાર બાદ નાઇજિરિયામાં આવેલા ભારતીય મિશને ઘટના સંબંધિત માહિતી મેળવવાનો અને અપહ્યત ભારતીયોને બચાવવા માટે આફ્રિકન રાષ્ટ્રના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. ૩જીએ સાંજે નાઇજિરિયન દરિયાકિનારા પાસેથી પસાર થતા સમયે હોંગકોંગના ઝંડાવાળા ‘વીએલસીસી, એનએવીએ કન્સટલેશન’ પર સુમદ્રીય લૂંટારાઓએ હુમલો કર્યો હતો. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter