ડોક્ટર હાઉસ પર આપઘાત કરવા ચડેલા યુવાનનો વીડિયો વાયરલ

Wednesday 11th September 2019 09:18 EDT
 

પાલનપુર: ડોક્ટર હાઉસ બિલ્ડિંગ પરથી યુવક મોતની છલાંગ લગાવવા જતા લોકોએ બિલ્ડિંગ પર ચડીને તેને સમજાવ્યો પણ તે કોઈનું માન્યો ન હતો અને જમ્પ માર્યો હતો.  જો કે, પોલીસ આવે એ પહેલા લોકોએ અગમચેતી રાખીને નીચે મોટી જાળી મંગાવી દીધી હતી. યુવક જાળીમાં પડતા તેના હાડકાં ભાંગી ગયા હતા. આ વીડિયો વાયરલ થયો છે. પહેલાથી જ સચેત લોકો અને તંત્ર દ્વારા જાળી બાંધી દીધી હોવાથી તેના પર જમ્પ મારતા તેનો બચાવ થયો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter