કંડલા પોર્ટ પર જપ્ત કરેલું વિદેશી જહાજ છોડવા હાઇકોર્ટનો આદેશ

Wednesday 26th May 2021 07:21 EDT
 

અમદાવાદ: કંડલા પોર્ટ પર ૨૭ મેના રોજ યુરોપિયન દેશ માલ્ટાનું જહાજ એમ.વી.-મેડેરિયા એન્કર દ્વારા લાંગરવામાં આવ્યું હતું અને પોર્ટ પરની ક્રેન તેમાંથી સામાન ઉતારી રહી હતી. આ સમયે દક્ષિણ અમેરિકન દેશ પનામાથી આવેલું એમ.વી.યુ.-ગ્લોરી ત્યાં આવી પહોંચ્યું હતું અને ખૂબ નજીકથી પસાર થવાની શક્યતા હતી. જેથી એમ.વી. મેડેરિયા તરફથી એમ.વી.યુ. ગ્લોરીને યોગ્ય રીતે જહાજ પસાર કરવા સંદેશો મોકલાયો હતો અને પોર્ટ ટાવરને પણ સંભવિત અકસ્માત વિશે જાણકારી અપાઇ હતી.
જો કે આ સૂચનાઓ ન ગણકારાતા બન્ને જહાજ વચ્ચે ટકરાવ થયો હતો અને ક્રેન દ્વારા સામાનની થઇ રહેલી હેરફેરમાં પણ વિપરિત અસરો થઇ હતી. જેથી એમ.વી.-મેડેરિયા દ્વારા હાઇકોર્ટમાં એડમિરાલિટી સ્યુટ ફાઇલ કરવામાં આવ્યો હતો. સર્જાયેલી નુકસાનીની ભરપાઇ ન થાય ત્યાં સુધી જહાજને ભારતીય જળસીમામાં એરેસ્ટ રાખવું જોઇએ. જેથી હાઇકોર્ટે એમ.વી.યુ.-ગ્લોરીને એરેસ્ટ કરવાનો આદેશ પોર્ટ ઓફિસરને આપ્યો હતો.
બન્ને પક્ષો તરફથી કોર્ટ સમક્ષ રજૂઆત કરાઇ હતી કે અરજદારે વળતર પેટે અઢી લાખ અમેરિક ડૉલર સ્વીકારી સમાધાન કર્યું છે અને એરેસ્ટ કરાયેલા જહાજને છોડવામાં આવે તો કોઇ વાંધો નથી. જેથી હાઇકોર્ટે એરેસ્ટ કરાયેલા જહાજના એન્જિન સહિતના મહત્વના હિસ્સાઓને મુક્ત કરવા આદેશ આપ્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter