કચ્છનું ઉપગ્રહ દર્શનઃ ચોમાસા પછી અને ચોમાસા પહેલા

Wednesday 28th April 2021 06:52 EDT
 
 

અમેરિકી અવકાશ સંશોધન સંસ્થા ‘નાસા’ (નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન)એ તાજેતરમાં કચ્છ સહિતના ગુજરાતની બે તસવીરો પોતાની સાઈટ પર રજૂ કરી છે. ચોમાસા પછી કચ્છ કેવું દેખાય અને ચોમાસું શરૂ થાય ત્યારે કેવું ખાલીખમ હોય છે તેનો નજારો તમને આ તસવીરોમાં જોવા મળશે. પહેલી તસવીર ઓક્ટોબર ૨૦૨૦માં લેવાયેલી છે, જ્યારે ચોમાસું પૂરું થયું હતું. બીજી તસવીર એપ્રિલ ૨૦૨૧ની છે. કચ્છ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં ફેલાયેલી લીલોતરીમાં તેમાં જોવા મળે છે. જોકે કચ્છના ઘણા ખરા પ્રદેશમાં ચોમાસા દરમિયાન પાણી ફેલાઇ જતાં સ્થળ જળમાં ફેરવાઈ જાય છે. એ સ્થિતિ સેટેલાઈટ-ઉપગ્રહ તસવીરમાં કેવી લાગે એ ‘નાસા’એ દર્શાવ્યું છે. ‘નાસા’ના એક્વા એન્ડ ટેરા સેટેલાઈટ દ્વારા આ તસવીરો લેવાઈ હતી. દેશવિદેશના પ્રવાસીઓને કચ્છ આકર્ષે છે, પણ માત્ર શિયાળા પૂરતું. ઉનાળામાં કચ્છમાં પગ મુકવો બહારના લોકોનું કામ નથી, તો ચોમાસામાં ભરાયેલું પાણી કોઈને પ્રવેશ આપતું નથી. કચ્છડો બારે માસ એવું ભલે કહેવાય પણ કચ્છના આ વિસ્તારમાં બારે માસ રહેવું એ માત્ર કચ્છી માડુનું જ કામ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter