જવાને પત્ની, સાળીને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી

Wednesday 04th December 2019 06:09 EST
 

ભુજઃ કચ્છના ભુજમાં ફરજ બજાવતા ભારતીય જવાન વિષ્ણુ શર્માએ બીજી ડિસેમ્બરે ચાલતી કારમાં તેની સાળી ડિમ્પલ ઉર્ફે ખુશ્બુ શર્માને લાયસન્સ વાળી પિસ્તોલથી ગોળી માર્યા પછી પોતાની પત્ની દામિની શર્માને પણ ગોળીથી વીંધી નાંખી હતી. કાર ચલાવતાં જવાનના કાકા સસરા મિથિલેશ ઠાકુરે તેને રોકીને તેનો વિરોધ કરતા જવાને તેમને પણ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જવાનના મોટા પુત્ર વિવેક અને વિરાટને જવાનના કાકા સસરા કારની બહાર કાઢવામાં પડ્યા હતાં ત્યાં વિષ્ણુ શર્માએ પોતાને લમણે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter