ફિલ્મ નિર્માતા અને બાગેશ્રી ડેવલપર્સના ડાયરેક્ટર બીજલ મહેતાની ધરપકડ

Wednesday 18th September 2019 07:44 EDT
 

ભુજઃ બોલિવૂડ ફિલ્મસ્ટાર અરબાઝ ખાન અને અભિનેત્રી સની લિયોનીને ચમકાવતી ‘તેરા ઈંતઝાર’ ફિલ્મના પ્રોડયુસર અને બાગેશ્રી ડેવલોપર્સના ડાયરેકટરની આખરે પોલીસે ધરપકડ કરી છે. વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૮માં બાગેશ્રી ડેવલોપમેન્ટ પ્રા. લિ.ના ડિરેકટર્સ બીજલ જયેશ મહેતા સામે બોગસ દસ્તાવેજ બનાવી બાંધકામ કરીને ખોટા દસ્તાવેજનો સાચા તરીકે ઉપયોગ કર્યાની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાઈ હતી.
ફરિયાદ બાદ પણ પોલીસ પકડથી છટકી રહેલા બીજલ મહેતાની આખરે ૧૫મીએ પોલીસે ધરપકડ કરી હતી. કોર્ટમાં તેને રજૂ કરતા બે દિવસના રિમાન્ડ પર લેવાનો આદેશ કોર્ટ દ્વારા કરાયો હતો.
બીજલ મહેતા સામેની ફરિયાદમાં જણાવાયું છે કે ૨૦૧૬માં કરેલા ગુના અંગે તથા વર્ષ ૨૦૧૮માં બોગસ દસ્તાવેજ બનાવાનો કેસ અંજાર પોલીસ મથકે નોંધાયો હતો. બાગેશ્રી ડેવલોપમેન્ટ પ્રા. લિ.ના ડિરેકટર્સ બીજલ જયેશ મહેતા તેમજ તેના મળતિયા દ્વારા કાવતરું રચીને ગુનો આચરવામાં આવ્યો હતો. જે અંગે પ્રથમ ફરિયાદ સુરતના અનિતા પવન હિંગોરાણીએ નોંધાવી હતી.
ફરિયાદ પ્રમાણે આદિપુરમાં એક પ્લોટમાં બાંધકામની સ્કિમ અંગે ખોટા દસ્તાવેજો દ્વારા છેતરપિંડી આચરવામાં
આવી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter