કેડિલાના રાજીવ મોદી સામે વધુ તપાસનો આદેશ

Thursday 04th July 2024 05:02 EDT
 
 

અમદાવાદઃ કેડિલા ફાર્માના સીએમડી રાજીવ મોદી વિરુદ્ધ બલ્ગેરિયન યુવતીએ કરેલા દુષ્કર્મ કેસની તપાસ કરી પૂરતા પુરાવા ન મળતાં પોલીસે કરેલા એ-સમરી રિપોર્ટ સંદર્ભે ફરિયાદીએ કરેલી વાંધા અરજીને ધ્યાનમાં રાખી ગ્રામ્ય કોર્ટે પોલીસને વધુ તપાસ કરી 2 મહિનામાં રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. બલ્ગેરિયન યુવતીના કેસમાં પોલીસે તપાસ કરીને રાજીવ મોદી વિરુદ્ધ પૂરતા પુરાવા ન હોવાનું તારણ આપી એ-સમરી રિપોર્ટ કર્યો હતો, જેની સામે પીડિત યુવતી તરફથી તેમના એડવોકેટ રાજેશ શર્માએ સખત વાંધો લઈ પ્રોટેસ્ટ પિટિશન દાખલ કરી હતી. જેમાં એવો આક્ષેપ કરાયો હતો કે, પોલીસે રજૂ કરેલા એ સમરી રિપોર્ટમાં અનેક ખામીઓ રહેલી છે. પોલીસે યોગ્ય તપાસ કરી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter