ગુજરાત સરકારે રાજ્યની સૌ પ્રથમ સિનેમેટિક ટુરિઝમ પોલિસી લોન્ચ કરી

Friday 16th September 2022 06:11 EDT
 
 

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની સૌ પ્રથમ સિનેમેટિક ટુરિઝમ પોલિસી 2022 લોન્ચ કરી હતી. આ પોલિસીમાં ગુજરાતમાં ફિલ્મ પ્રોડક્શનને ઉત્તેજન આપવા અઢળક સરકારી સહાય જાહેર કરવામાં આવી છે. સાંપ્રત સમયમાં સૌથી વધુ લોકપ્રિયતા ધરાવતા વેબ સિરિઝ અને ટીવી સિરિયલના નિર્માણમાં ગુજરાતી કલાકારો હશે તો જ 25 ટકા સુધીની સબસિડી આપવાની શરત દાખલ કરાઈ છે.
નવી પોલિસીમાં ફિલ્મ મેકિંગને ચાર પ્રોજેક્ટમાં વિભાજિત કરાયા છે. જેમાં લઘુત્તમ રૂપિયા 10 કરોડ સુધીના બજેટ ધરાવતી વેબ સિરિઝ અને ટીવી સિરિલના નિર્માણ સામે 25 ટકા સુધીની સહાયની જોગવાઈ કરાઈ છે. કોઈપણ ભાષાની સિરિઝ કે સિરિયલ ગુજરાતમાં બને તો પહેલી વખત રૂ. 75 લાખ, બીજી વખત એક કરોડ અને ત્રીજી વખત દોઢ કરોડની સીધી આર્થિક સહાય સરકાર ચૂકવશે. જોકે, તેના માટે નિર્માતાએ 20 સ્થાનિક ગુજરાતી કલાકારો અને સહાયક સ્ટાફને રાખવા પડશે. અથવા ગુજરાતા 10 સ્થળોએ નિર્માણ કે પ્રવાસન સ્થળોએ શુટિંગ કરવું પડશે. એટલું જ નહી નિર્માતાએ 75 દિવસમાં શુટિંગ પૂર્ણ કરવું પડશે અથવા ત્રણ કરોડ સુધીની કોસ્ટનું નિર્માણ પણ અહીં ગુજરાતમાં કરવાનું રહેશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter