ટેમ્પલ ઓફ ડેમોક્રેસીઃ સોના-ચાંદી અને હીરાથી મઢેલું ભારતીય સંસદ ભવન

Saturday 24th December 2022 05:20 EST
 
 

સુરત શહેરના સરસાણામાં યોજાયેલા જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર એક્ઝિબિશનમાં રજૂ થયેલી નવા સંસદ ભવનની 15 કિલો ગોલ્ડ, ચાંદી અને ડાયમંડની પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બની છે. ‘ટેમ્પલ ઓફ ડેમોક્રેસી’ નામની આ પ્રતિકૃતિના નિર્માણમાં સુરતના 50 જેટલા જ્વેલર્સનું યોગદાન છે. નવા સંસદ ભવનની આ બેનમૂન કલાકૃતિ 15 કિલો ગોલ્ડ, ચાંદી અને ડાયમંડમાંથી સાકાર કરાઇ છે. થ્રી-ડી પ્રિન્ટિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવાયેલી આ કૃતિમાં નેચરલ ડાયમંડ ઉપરાંત લેબગ્રોન હીરાનો પણ ઉપયોગ કરાયો છે. સંસદ ભવનની પ્રતિકૃતિ બનાવનાર રાકેશકુમારે જણાવ્યું હતું કે, ટેમ્પલ ઓફ ડેમોક્રેસી પ્રતિકૃતિ બનાવવી એ અમારા માટે એક મોટી ચેલેન્જ હતી. અમે દિવસ-રાત કામ કરીને આ અઘરું કામ પાર પાડ્યું છે. કારીગરોએ ખૂબ જ મહેનત કરી છે. આમાં ગોલ્ડ, સિલ્વર સહિતનાં મટીરિયલ - સ્ટોન તેમજ લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter