બેફામ ફી ઘટાડો, નહીં તો લાઇસન્સ રદ થશે: હાઈ કોર્ટ

Tuesday 19th May 2020 15:31 EDT
 
 

અમદાવાદઃ કોરોના વાઈરસને લઈને ગુજરાત હાઈ કોર્ટે કરેલી સુઓમોટો અરજીમાં હાઈ કોર્ટે ખાનગી હોસ્પિટલ સંચાલકોને ચેતવણી આપી છે કે આ હોસ્પિટલો મસમોટી ફી લેવાનું બંધ કરે, નહીં તો તેમની સામે આકરા કાયદાકીય પગલાં લેવાશે જેમાં હોસ્પિટલનું લાયસન્સ પણ રદ થઈ શકે છે. હાઈ કોર્ટે ૧૪મી મેએ રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે સામાન્ય લોકોને પરવડે તેવી ફી ખાનગી હોસ્પિટલ માટે નક્કી કરો અને આ નિર્ણય અંગે બને એટલી ઝડપથી વિચારણા કરાશે.હાઈ કોર્ટે એમ પણ કહ્યું છે કે અમુક ખાનગી હોસ્પિટલ અને મા કાર્ડ યોજના હેઠળ યોગ્ય ચાર્જ લઈ કોરોનાના દર્દીઓની સારવાર કરે છે, પરંતુ કેટલીક ખાનગી હોસ્પિટલ ઉઘાડી લૂંટ ચલાવે છે. જે અમાનવીય છે. હાઈ કોર્ટે પોલીસને આદેશ કર્યો છે કે કોઈપણ વ્યક્તિને મેડિકલ સારવારની તાત્કાલિક જરૂર હોય ત્યારે પોલીસ દ્વારા તેને રોકીને તેમાં અવરોધ ઊભો કરે નહીં અને પોલીસ સમજદારીપૂર્વક આ અંગે નિર્ણય લે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter