ટ્રાફિક જામને કારણે કન્યા ૩ કિમી ચાલીને લગ્નના માંડવે પહોંચી

Tuesday 11th February 2020 05:38 EST
 

વડોદરાઃ કેમિકલ ભરેલું ટેન્કર વડોદરા પાસે પલટી ખાઇ જતાં સાતમી ફેબ્રુઆરીએ ૧૦ કિ.મી.નો ટ્રાફિકજામ સર્જાયો હતો. જેને પગલે વડોદરાની ગોધરા નજીક આવેલા પોપટપુરા ગામમાં સમૂહ લગ્નમાં દીકરીનાં લગ્ન કરાવવા જઇ રહેલો પરિવાર ટ્રાફિકજામમાં અટવાઇ ગયો હતો. આ પરિવાર કન્યા સાથે ૩ કિ.મી. ચાલીને ગોલ્ડન ચોકડી પહોંચ્યો હતો. એ પછી નવોઢાને માટે એક કારની વ્યવસ્થા કરવામાં આવી હતી અને કન્યા માંડ માંડ પોપટપુરામાં લગ્નના મંડપમાં પહોંચાડાઇ હતી. પરિવારજનો ૫ કલાક સુધી અટવાયેલા રહ્યાં હતાં. આ ઘટનાના કારણે સર્જાયેલા ટ્રાફિક જામના કારણે અમદાવાદથી જોડાયેલો એક્સપ્રેસ વે સવારે ૯-૩૦થી બપોરે ૧-૪૦ સુધી બંધ રહ્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter