ડાકોરમાં રણછોડરાયજીનો 253મો પાટોત્સવ ઊજવાયો

Saturday 09th March 2024 05:05 EST
 
 

યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરનો 253મો પાટોત્સવ મહા વદ પાંચમ - 29 ફેબ્રુઆરીના રોજ ધામધૂમ અને આસ્થાભેર ઊજવાયો હતો. આ પર્વ પ્રસંગે મંદિરમાં સવારે મંગળા આરતીના દર્શન માટે હૈયેહૈયું ભીડાય તેવી ભક્તોની ભીડ જોવા મળી હતી. આ નિમિત્તે ભગવાનને સુવર્ણમઢિત શંખથી પંચામૃત સ્નાન, કેસર સ્નાન કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભગવાનને વાઘા, આભૂષણો સહિત વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. વસંત પંચમીથી મંદિરમાં ઊજવાઇ રહેલા રંગોત્સવને લઇને ભકતોએ ભગવાન સન્મુખ અબીલ ગુલાલ સહિત અન્ય રંગોની છોળો ઉડી હતી. સહુ શ્રદ્ધાળુઓએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આખો દિવસ ભક્તોના અવિરત પ્રવાહ સાથે મંદિર જય રણછોડ... નાદથી ગુંજતું રહ્યું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter