ધારાસભ્યના પુત્રનું જાહેરમાં ફાયરિંગ

Wednesday 29th January 2020 05:53 EST
 

ભુજ: અબડાસાના કોંગી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના મોટા પુત્રએ ટ્રક લોડિંગ મામલે પથ્થરબાજી બતાવ્યા બાદ હવે નાના પુત્ર જયદીપસિંહે બંદૂકબાજી કરી હોવાથી વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર તેના ફાર્મહાઉસ અને ઘરના ફળિયામાં પરવાનાવાળા હથિયારોથી હવામાં ફાયરિંગ કરતી વીડિયો ક્લિપ વાયરલ થતાં ધારાસભ્યએ વાતને વાળી લેવા પ્રદ્યુમનસિંહે જાહેરમાં માફી માગી છે. પૂછપરછ બાદ જયદીપસિંહ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ થયો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter