પુત્રપ્રાપ્તિની ઝંખનામાં ૩ પુત્રીઓ સાથે માતાનો આપઘાત

Friday 29th November 2019 05:33 EST
 

વડોદરાઃ મહિસાગરના ડીટવાસ ગામે મહિલાને સંતાનમાં પુત્ર ન થતાં મનમાં લાગી આવતાં પોતાની વહાલી ૩ દીકરીઓને કૂવામાં નાખીને માતાએ પણ કૂવામાં કૂદકો મારીને જીવન ટૂંકાવ્યુ હતું.
નાનકડાં ગામમાં હૃદય કંપાવનારી ઘટના બનતાં પથંકના લોકો મોટી સંખ્યા ઉપટી પડયા હતા. હાલમાં તો પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મહિસાગરના ડીટવાસ ગામના ખેડા ફળિયામાં રહેતી મંગુબહેન રમણભાઇ ડામોરે ૨૨મી નવેમ્બરે ૩ દીકરીઓને કૂવામાં નાંખીને પોતે પણ કૂવામાં મોતની છલાંગ લગાવી હતી. ખેડૂત પતિ રમણભાઈ સાથેના સુખી લગ્નજીવનમાં ૩ પુત્રીઓનાં જન્મથી અસંતુષ્ટ મંગુબહેનને પુત્રપ્રાપ્તિની ઝંખના હતી. આ ઘટનામાં ડૂબી જવાથી માતા સહિત ૩ દીકરીઓનાં મૃત્યુ થયાં હતાં. પોલીસે કૂવામાં ઝંપલાવનાર માતા અને ત્રણ માસૂમ બાળકીઓનાં મૃતદેહને બહાર કાઢીને પીએમ અર્થે મોકલી આપ્યો હતો અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મૃતકોનાં નામઃ • મંગુબહેન ડામોર (ઉં ૨૭) • શર્મિષ્ઠા ડામોર (ઉં ૫) • સુરા ડામોર (ઉં ૩), • ભુરી ડામોર (ઉં ૧)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter