વડોદરાની હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે આપેલા ૭ રોબોટ ‘કોરોના ગ્રસ્ત’

Thursday 29th April 2021 05:19 EDT
 

વડોદરા: ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાઈરસની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે, ત્યારે વડોદરાની સ્થિતિ પણ દિન-પ્રતિદિન ચિંતાજનક બનતી જાય છે. વડોદરાની સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારસંભાળ માટે ૫૦ લાખ રૂપિયાના ખર્ચે ખરીદવામાં આવેલા ૭ રોબોટનો છેલ્લા ૭ મહિનાથી કોઈ ઉપયોગ ના થતા હાલ ધૂળ ખાઈ રહ્યાં છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગત વર્ષે કોરોના મહામારીની શરૂઆત સમયે આજથી ૮ મહિના પહેલા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓથોરિટી દ્વારા વડોદરાની બે હોસ્પિટલોમાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવાર માટે ૫૦ લાખ રૂપિયાના ખર્ચે ૭ રોબોટ ખરીદવામાં આવ્યા હતા. જેમાંથી સયાજી હોસ્પિટલમાં ૩ અને ગોત્રી હોસ્પિટલમાં ૪ રોબોટ કોવિડ વોર્ડમાં દર્દીઓની દેખરેખ માટે લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલ સ્ટાફને સંક્રમણનું જોખમ ઓછું કરવા હેતુ આ રોબટ ખરીદવામાં આવ્યા હતા. આ રોબોટ આઈસોલેશન વોર્ડમાં સારવાર લઈ રહેલા કોરોના સંક્રમિત દર્દીઓના સ્ક્રિનિંગ ઉપરાંત ભોજન પીરસવાનું કામ કરતાં હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter