વડોદરા જિલ્લા પંચાયતમાં પંજાને પોતાના ભારે પડ્યાઃ ભાજપનો વિજય

Wednesday 09th October 2019 07:53 EDT
 

વડોદરાઃ કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં વિવિધ જૂથો વચ્ચે અહંકારના ટકરાવ સાથે યાદવાસ્થળી જારી રહેતા ચોથીએ સત્તાનું સિંહાસન ખાલી કરવાની નોબત આવી હતી. કોંગ્રેસના ૨૨ સભ્યો પૈકી માત્ર ૧૦ સભ્યોએ જ કોંગ્રેસ તરફી મતદાન કર્યું હતું. જ્યારે, ભાજપના ૧૪ સભ્યો સહિત ૧૨ બળવાખોરોએ ભેગા મળી કોંગ્રેસના ગઢના કાંગરા ખેરવી નાંખ્યા હતા. જેને પગલે ભાજપ સમર્પિત ઇલાબા ચૌહાણ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ બન્યા હતા. જિલ્લા પંચાયતના ૩૬ સભ્યો પૈકી કોંગ્રેસના ૨૨ સભ્યો હતા. જ્યારે ભાજપ પાસે ૧૪ સભ્યોનું સંખ્યાબળ હતું, પરંતુ કોંગ્રેસના અંદરો અંદરના કંકાસને કારણે ગઢ ગુમાવવાનો વારો આવ્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter