સગીર ધર્માંતરણઃ પાદરી, માતા સામે કેસ

Tuesday 28th January 2020 05:47 EST
 

આણંદઃ પેટલાદના આમોદમાં સગીર હિંદુ બાળકનું ગેરકાયદે ધર્માંતરણ કરવા બાબતે પોલીસે ૨૩મીએ ચર્ચના પાદરી અને સગીરની માતા સામે ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ કલમ-૩ અને ૪ અન્વયે ગુનો નોંધ્યો છે. રાજ્યમાં સગીર ધર્માંતરણ ગુનો નોંધવાની આ પ્રથમ ઘટના છે. પેટલાદના ખડાણાના સુધાબહેન મકવાણા અને ગોરખપુરના મિથિલેશકુમાર ચોરસિયાએ ૧૭મી જુલાઈ ર૦૦૧ના રોજ પ્રેમલગ્ન કર્યાં હતાં. એ પછી દંપતી પેટલાદમાં રહેતું હતુ. બે વર્ષના લગ્નજીવનમાં તેમને પુત્રનું સુખ મળ્યું હતું. લગ્નજીવનના બે વર્ષ બાદ બંને વચ્ચે વિવાદ શરૂ થયો હતો, પણ તેઓએ લગ્નજીવનના સાત વર્ષ બાદ ર૭ માર્ચ ર૦૦૮ના રોજ છૂટાછેડા લીધા હતાં. દીકરો માતા પાસે હતો. દરમિયાન ૮મી એપ્રિલ ર૦૧રના રોજ આમોદના કેથોલિક ચર્ચમાં ૮ વર્ષના દીકરાનું  વિધિવત રીતે ખ્રિસ્તી ધર્માંતરણ કરાયું હતું. આ ઘટની જાણ થતાં દીકરાના પિતાએ આ બાબતે જે તે સમયે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી, પરંતુ નિરાકરણ ન આવતાં મિથિલેશ ચોરસિયા ફોરમ ફોર પીસ એન્ડ જસ્ટિસ સંસ્થાનો સંપર્ક કર્યો હતો. એ  પછી જિલ્લા કલેકટરે ૪થીએ કાયદેસરની કાર્યવાહી માટે માર્ગદર્શન કર્યું હતું અને પોલીસમાં આ કેસ નોંધાયો છે. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter