મુખ્યમંત્રીએ વડા પ્રધાનનું માર્ગદર્શન મેળવ્યું

Thursday 23rd September 2021 15:13 EDT
 
 

ગાંધીનગરઃ મુખ્યમંત્રી બન્યા પછી શિષ્ટાચાર મુજબ પહેલી વાર સોમવારે નવી દિલ્હીના એક દિવસીય પ્રવાસે ગયેલા ભૂપેન્દ્ર પટેલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગુલદસ્તો તેમજ સિમંધર સ્વામીની મૂર્તિ આપીને તેમની શુભકામના સાથે જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું. આ મુલાકાત વખતે ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે. કૈલાશનાથન્ પણ એમની સાથે હતા. મુખ્યમંત્રીએ આ ઉપરાંત દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, ગૃહપ્રધાન અમિત શાહ તથા આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાની પણ રૂબરૂ મુલાકાત લીધી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter