વરસાદને લીધે દ. ગુજરાતના ૩ લાખ એકરમાં ડાંગરના પાકનો નાશ

Thursday 07th November 2019 06:39 EST
 

સુરતઃ આ વર્ષે ડાંગરના પાકને માફકસર વરસાદ આવ્યા બાદ જયારે ડાંગરના પાકનો ઉતારો લેવાની શરૂઆત થઇ છે. ત્યારે જ બગાડિયો વરસાદ શરૂ થતાં સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં અંદાજે ૩ લાખ એકર જમીનમાં ઉભા ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિ વ્યકત કરાઇ રહી છે. ખાસ કરીને ઉત્પાદન ધટવાની સાથે કવોલીટી બગડવતા ખેડૂતોને કરોડો રૂપિયાનો ફટકો પડશે. 

સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે અંદાજે ૩ લાખ એકર જમીનમાં ડાંગરની રોપણી કરવામાં આવી છે. ડાંગરના પાકને માફક આવે તેવો વરસાદ ઝીંકાતા ખેડૂતો ખુશ હતા કે આ વર્ષે ડાંગરનો ઉતારો સારો આવશે, પરંતુ લો પ્રેશર સિસ્ટમના કારણે બગાડિયો વરસાદ ઝીંકાતા ખેડૂતો દુઃખી થઇ ગયા છે. કેમકે હાલમાં ચોમાસાની ઋતુ સંપન્ન થવાની સાથે જ ખેડૂતો ખેતરોમાંથી ડાંગરના પાકનો ઉતારો શરૂ કરી દીધો છે. ત્યારે ભારે પવન સાથે વરસાદ વરસતા ડાંગરનો પાક જમીનદોસ્ત થતા નુકસાનીની શરૂઆત થઇ જતા જગતનો તાત દુઃખી થઇ ગયો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter