અક્ષયકુમારનો ચાહક ૯૦૦ કિમી ચાલીને દ્વારકાથી મુંબઈ પહોંચ્યો

Sunday 08th September 2019 06:27 EDT
 
 

મુંબઈઃ ફિલ્મ અભિનેતા અક્ષયકુમારનો એક પ્રશંસક દ્વારકાથી ૯૦૦ કિલોમીટર પગપાળા ચાલીને તાજેતરમાં મુંબઈ પહોંચ્યો હતો. તેણે આ અંતર ૧૮ દિવસમાં પૂરું કર્યું હતું. અક્ષયકુમારે પણ સોશિયલ મીડિયા પર તેનો વીડિયો મૂક્યો હતો. અક્ષયે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે જેમાં તે પરબત નામના ફેન સાથે વાત કરતો દેખાય છે.
પરબત ચાલીને અક્ષયકુમારના ઘરે પહોંચ્યો હતો. પરબતે અક્ષયને કહ્યું કે, તે અક્ષયકુમારનો ફેન છે અને તેની જેમ જ ફિટ છે.
ઇચ્છા શક્તિ હોય તો કોઈ રોકી નહીં શકેઃ અક્ષય
અક્ષયકુમારે પરબત વિશે કહ્યું કે, આજે હું પરબતને મળ્યો. તે ૯૦૦ કિમી ચાલી રવિવારે મને મળ્યો. આપણા યુવાનોમાં આવા પ્રકારની ઇચ્છાશક્તિ અને પ્લાનિંગ હોય તો તેમને કોઈ રોકી શકે નહીં. અક્ષયે સલાહ પણ આપી છે કે યુવાનો તાકાત અને સમયે વેડફવાને બદલે પોતાનું જીવન શ્રેષ્ઠ બનાવવામાં ફોકસ કરવું જોઈએ.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter