કાંધલ જાડેજાનું એનસીપીમાંથી રાજીનામું

Saturday 19th November 2022 05:20 EST
 
 

રાજકોટ: કુતિયાણા વિધાનસભાના બેઠક પરથી ઉમેદવારી નોંધાવનાર કાંધલ જાડેજાને એનસીપીએ ઉમેદવારી માટે મેન્ડેટ ન આપતા એનસીપીમાંથી રાજીનામું આપીને સમાજવાદી પાર્ટી સાથે હાથ મિલાવ્યો છે. સોમવારે તેમણે સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે.
એનસીપીથી નારાજ કાંધલે બે દિવસ પહેલા કુતિયાણામાંથી ફોર્મ ભર્યુ હતુ. એનસીપી અને કોંગ્રેસે ત્રણ બેઠકો પર ગઠબંધન કરી લીધા બાદ કાંધલ જાડેજાએ કુતિયાણા બેઠક પરથી એનસીપીનાં ઉમેદવાર તરીકે જ ફોર્મ ભર્યું હતું. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ-એનસીપીનાં ગઠબંધન અંગે તેમને જાણ નથી. હવે કાંધલે સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે.
કાંધલ જાડેજાએ ગત બે ચૂંટણીમાં કુતિયાણાથી જીત મેળવી હતી. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કુતિયાણા વિધાનસભા બેઠક પરથી NCP નેતા કાંધલ જાડેજાએ ભાજપ નેતા લક્ષ્મણ ઓડેદરાને હરાવ્યા હતા અને જીત મેળવી હતી. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કાંધલ જાડેજાએ ત્રણ ટર્મથી ચૂંટાતા ભાજપ નેતા કરશન ઓડેદરાને જંગી બહુમતીથી હરાવ્યા હતા. છતાં મને પાર્ટી તરફથી વિધાનસભાની ટિકિટ ન અપાતા હું રાજીનામું આપું છું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter