જામનગરના નિવૃત્ત નાયબ ઇજનેર પાસે ૫.૫૦ કરોડની બેનામી સંપત્તિ

Thursday 22nd April 2021 04:12 EDT
 

અમદાવાદઃ રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના વર્ગ ૨ના નિવૃત્ત નાયબપાલક ઇજનેર ચુનીલાલ પી. ધારસિયાણીએ સત્તાનો દુરપયોગ કરીને ૫.૫૦ કરોડની બેનામી સંપત્તિ વસાવી હતી. આ મામલે કોર્ટે કાન પકડતા ૮ વર્ષે જાગેલી એસીબીએ તેમની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આરોપીએ તેમના તથા સગાં-સંબંધીઓના નામે કોરોડ રૂપિયાની જંગમ મિલકતો વસાવી હોવાનું બહાર આવ્યું છે. જામનગરમાં ફરજ બજાવી ચુકેલા ચુનીલાલ પાસે કાયદેસરની આવક કરતાં ૧૧.૩૪ ટકાની અપ્રમાણસર મિલકતો મળી આવી હતી.
ફરિયાદી વિરલગીરી ગોસ્વામીએ ગોધરા સેસન્સ કોર્ટને રજૂઆત કરી છે કે, એસીબી દ્વારા યોગ્ય કાર્યવાહી થતી નથી. આરોપીએ ૧ એપ્રિલ ૨૦૦૬થી ૩૧ માર્ચ ૨૦૧૫ સુધીમાં ૧.૭૦ કરોડ જુદા જુદા બેન્ક ખાતોણાં જમા કરાવ્યા છે. તેમજ ૪.૯૬ કરોડની પોતાના તથા સંબંધીઓના નામે જંગી મિલકતો અને ૨.૯૬ કરોડના ચેક વિવિધ બેંકોમાંથી ઉપાડ્યા હોવાના પુરાવા એસીબીને મળ્યા છે.
રાજ્ય સરકારમાં ભ્રષ્ટ સનદી અધિકારીઓનો વધારો થયો છે. એસીબીએ પણ તેની વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે.
એસીબીએ બે વર્ષમાં કલાસ ૧.૨ અને ૩ના ૪૬ ગુના નોંધીને ૯૩ કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ સરકારી બાબુઓની જપ્ત કરી છે. કલાસ ૧ના ૫ અધિકારી હોવાનું બહાર આવ્યું છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter