થાનમાં આંગડિયાના માલિકની આંખમાં મરચાંની ભૂકી નાખી રૂ. ૫૦ લાખથી વધુ રોકડની લૂંટ

Friday 23rd April 2021 04:12 EDT
 
 

સુરેન્દ્રનગરઃ થાનના શિવશકિત આંગડીયા પેઢીના માલિકની આંખોમાં મરચાની ભૂક્કી નાંખીને રૂ.૫૦ લાખથી વધુનો થેલો લૂંટીને ત્રણ લૂંટારાઓ ફરાર.થાનમાં શિવશકિત આંગડીયા પેઢી આવેલી છે. આ પેઢીના ભાગીદાર વિરલભાઇ ગાંધી થોડા સમયથી રાજકોટ રહેવા માટે ગયા હતા. તેઓ દરરોજ રાજકોટથી અપડાઉન કરતા હતા. દરમિયાન શુક્રવારની સવારે તેઓ રાજકોટથી થાન આવ્યા હતા. જ્યાં તેઓ સાકડી શેરીમાંથી બાઇક ઉપર પસાર થઇ રહ્યા હતાં. ત્યારે સાકડી શેરીમાં તેમની રાહ જોઇને ઉભેલા લૂંટારાઓ કામ પાર પાડીને ભાગી ગયા હતા.
બનાવની જાણ થતા ડીએસપી મહેન્દ્રકુમાર બગડીયા, એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ તથા સ્થાનિક પોલીસ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી પહોંચી હતી. અને લૂંટારાનું પગેરૂ દબાવવા માટે સીસી ટીવી ફુટેજની તપાસ કરી હતી. જેમાં એક આરોપીએ લૂંટને અંજામ આપ્યો હતો. અને બીજા બે આરોપી થોડે દૂર બાઇક ચાલું કરીને ઉભા જ હતા. તેમાં બેસીને ત્રણેય ભાગતા કોઠારીની દુકાન પાસેના સીસીટીવીમાં કેદ થઇ ગયા હતા. ત્યાથી ધોળેશ્વર ફાટક પાસ કરીને અમરાપર તરફના રસ્તે નાશી છુટયા હતા. રૂ. ૫૦ લાખથી વધુના રોકડા રૂપિયાની લૂંટ થઇ હોય જિલ્લાની સાથે આજુબાજુના જિલ્લાઓમાં પ્રવેશતા મુખ્ય રસ્તાઓ ઉપર નાકાબંધી કરી દેવામાં આવી હતી. પરંતુ આરોપીઓ જિલ્લા બહાર જતા રહ્યા હોવાનું પોલીસનુ માનવુ છે. આ બનાવ અંગે વિરલભાઇ ગાંધીએ થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ત્યારે થાનગઢના ડોક્ટર રાણા સાહેબના દવાખાના વાળી ગલીમાં પહોંચતા સામેથી પગપાળા ચાલીને આવતા ત્રણ અજાણ્યા ઇસમોએ વિરલભાઇ હસમુખભાઇ ગાંધી ઉપર મરચાની ભૂકી ( મસાલો ) છાંટી ઝપાઝપી કરી એમની પાસે એક્ટિવા પર રાખેલો રૂ. ૫૦ લાખનો થેલો તફડાવી ફરાર થઇ ગયા હતા. આ ઇસમો અંદાજે ૨૦ થી ૨૫ વર્ષની ઉંમરના મધ્યમ બાંધાના હોવાની સાથે એમાના એક શખ્સે લાલ કલરનું ટી-શર્ટ અને કાળા કલરનું નાઇટ પેન્ટ પહેરેલું હતુ. અને આ ત્રણેય યુવાનોએ મોંઢે લુંગી જેવુ કપડું બાંધેલું હતુ અને જેઓ નંબર વગરના મોટરસાયકલ ઉપર નાસી છૂટવામાં સફળ થયા હતા.
થાનગઢમાં ધોળા દિવસે રૂ. ૫૦ લાખના થેલાની લૂંટ કરીને ફરાર થયેલા ત્રણેય શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. ફરીયાદના આધારે સુરેન્દ્રનગર પોલીસ કન્ટ્રોલ રૂમ દ્વારા રાજકોટ સીટી અને ગ્રામ્ય, મોરબી, અમદાવાદ સીટી અને ગ્રામ્ય, બોટાદ, અમરેલી, જામનગર, ભાવનગર, મહેસાણા, પાટણ, કચ્છ અને ગાંધીધામ સહિતના જીલ્લાઓની પોલીસ દ્વારા નાકાબંધી તેમજ બાકીની જીલ્લા પોલીસ દ્વારા વોચ-તપાસ ગોઠવી અસરકારક વાહન ચેકીંગ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter