પારણામાં સૂતેલા ૯ દિવસના બાળકને કૂતરાએ પીંખી નાખ્યું!

Wednesday 25th March 2020 10:00 EDT
 

વેરાવળઃ ભીડિયા બંદરના વોર્ડ નં-૪માં નવાતરા વિસ્તારમાં રહેતા ઉમાબહેન કમલેશભાઈ સિકોતરિયાને ત્યાં તાજેતરમાં પુત્રનો જન્મ થયો હતો. પુત્રનું નામ કેવલ પાડ્યું હતું. આ પરિવાર બીજા માળે રહે છે. ૧૯મી માર્ચે કેવલને ઘોડિયામાં સુવાડ્યો હતો. એ સમયે ઘરના સદસ્યો કામમાં પરોવાયેલાં હતાં ત્યારે રખડતું કૂતરું કેવલ પાસે આવી ચડ્યું. ઘોડિયામાં ઊંઘતા ૯ દિવસના બાળકને કૂતરાએ બચકાં ભરીને પીંખી નાંખ્યું. પરિવારે નીચે ઉતરીને જોયું તો નવજાત બાળક લોહીલુહાણ હતું.
ગંભીર હાલતમાં જ બાળકને હોસ્પિટલમાં ખસેડયું હતું. ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ લાવતા હતા ત્યારે રસ્તામાં જ તેનું મોત થયું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter