માતા-પિતા વચ્ચે ઊંઘતી ૬ વર્ષની બાળકીનું અપહરણ - દુષ્કર્મ

Tuesday 19th May 2020 06:38 EDT
 

જેતપુરઃ નવાગઢ વિસ્તારમાં ગઢની રાંગ પાસે રહેતો શ્રમિક પરિવાર ગરમીના કારણે પોતાના ઝૂંપડાની બહાર ફૂટપાથ પર સૂતો હતો. એ સમયે લોકડાઉન વચ્ચે ૧૭મી મેની મધરાત્રે માતા-પિતાની વચ્ચે ઊંઘતી ૬ વર્ષની બાળકીનું અજાણ્યા માણસે અપહરણ કર્યું અને બાળકીને બાજુની શેરીમાં લઇ ગયો હતો. ત્યાં બાળકી પર નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. બાળકીએ ચીસાચીસ કરી મૂકતાં પરિવારજનો દોડી ગયા હતા. લોકો એકત્ર થવા લાગતાં આ માણસ ભાગી છૂટ્યો હતો. આ માણસ ભાગતો હોય તેવા દૃશ્યો સીસીટીવીમાં કેદ થયાં હતાં. ઘટનાની જાણ કરાતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. આજાણ્યા વિરુદ્ધ પોક્સો, અપહરણ સહિતનો ગુનો નોંધી પોલીસે શોધખોળ હાથ ધરી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter