રણમલ તળાવમાંથી બે મૃતદેહ મળ્યા

Wednesday 11th September 2019 08:12 EDT
 

જામનગરઃ શંકર ટેકરી વિસ્તારમાં રહેતો મનસુખ થડેકિયા (ઉ.૪૩) ઘરેથી ક્યાંક ચાલ્યો ગયો હતો. પરિવારની શોધખોળ દરમિયાન, ૮મીએ તળાવમાંથી તેનો મૃતદેહ મળ્યો હતો. આ ઉપરાંત રણમલ તળાવમાંથી પાણીમાં અંદાજિત ૩૦ વર્ષના યુવાનનો મૃતદેહ તરતો હોવાની માહિતીના આધારે ફાયર બ્રિગેડના સ્ટાફેપાણીમાંથી શબને ૮મીએ જ બહાર કાઢ્યો હતો. પોલીસને સુપરત આ બીજા યુવાનની ઓળખ થઈ શકી ન હોવાથી તેના મૃતદેહને ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter