રામોલમાં તોડફોડના કેસમાં હાર્દિક પટેલની મોરબીથી ધરપકડ

Wednesday 25th March 2020 09:09 EDT
 
 

મોરબીઃ પાર્ટીદાર આંદોલન વખતે રામોલમાં તોડફોડના કેસમાં ધરપકડ વોરંટના આધારે રામોલ પોલીસ પાટીદાર નેતા હાર્દિક પટેલને મોરબીથી ઝડપી લાવી હતી. કોર્ટમાં રજૂ કરાયેલા હાર્દિક પટેલે કરેલી જામીન અરજી મેટ્રોપોલિટન કોર્ટે ફગાવી દઇને તેને જેલમાં મોકલવા આદેશ કર્યો હતો.
વર્ષ ૨૦૧૭માં પાર્ટીદાર આંદોલન દરમિયાન રામોલમાં તોડફોડ કરવા બદલ પોલીસ પાસના હાર્દિક પટેલ સહિત ૨૧ આરોપી સામે ગુનો દાખલ કરી ચાર્જશીટ કરી હતી. આરોપી હાર્દિક પટેલને અગાઉ રૂ. ૧૫ હજારના જામીન પર મુક્ત કર્યો હતો. ત્યારબાદ કોર્ટની મુદત વખતે હાર્દિક ગેરહાજર રહેતો હતો. આથી કોર્ટે તેની સામે પકડ વોરંટ કાઢ્યું હતું. જે પકડ વોરંટના આધારે રામોલ પોલીસે તેની મોરબીમાંથી ધરપકડ કરી હતી. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો. આરોપી જે અરજીનો વિરોધ કરતા સરકારી વકીલ ડી. એમ. રાવલે રજૂઆત કરી હતી કે, આરોપી મુદત વખતે સતત કોર્ટમાં ગેરહાજર રહે છે. પોલીસે ૨૧ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ કરી દીધું છે. આરોપીઓ વિરુદ્ધ આરોપનામું ઘડવાનું હોઇ તમામ આરોપીઓની કોર્ટમાં હાજરી જરૂરી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter