સિદસરના યુવાનનું કેનેડામાં શંકાસ્પદ મૃત્યુ

Thursday 18th May 2023 15:07 EDT
 
 

ભાવનગરઃ કેનેડામાં કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરવા માટે ગયેલા સિદસરના વતની અને પાલનપુર ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા રમેશ ડાંખરાના પુત્ર આયુષનું ટોરેન્ટો સિટીમાં શંકાસ્પદ મોત નીપજ્યું છે. એક મહિના પહેલાં આ જ રીતે અમદાવાદના એક યુવકનું પણ ટોરેન્ટોમાં મૃત્યુ થયું હતું.
યુવકના કાકા નારણભાઇ ડાંખરાએ જણાવ્યું હતું કે, આયુષ કેનેડામાં કોમ્પ્યુટર સાયન્સના અભ્યાસ માટે ગયો હતો. કેનેડામાં આયુષ યોર્ક યુનિ.માં અભ્યાસ કરતો હતો અને મિત્રો સાથે ફ્લેટમાં રહેતો હતો. સાડા ચાર વર્ષથી તે કેનેડામાં રહેતો હતો અને છ મહિના પછી તેનો અભ્યાસ પૂરો થવાનો હતો. 5 મેએ આયુષ ગુમ થતાં મિત્રોએ પિતાને જાણ કરી હતી અને કેનેડા પોલીસમાં મિસિંગ રિપોર્ટ લખાવ્યો હતો. 7 મેએ આયુષનો મૃતદેહ બ્રિજ નીચેથી મળ્યો હતો.
આયુષના પિતા રમેશભાઈ હાલ પાલનપુરમાં ડીવાયએસપી છે અને નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમની સુરક્ષા ટુકડીમાં 13 વર્ષ સુધી ફરજ બજાવી હતી. આયુષ કેનેડા ગયા બાદ પરત આવ્યો ન હતો. આ બનાવ બાદ હ્યુમન ફોર હાર્મની સંસ્થાએ ગુજરાતી વિદ્યાર્થીઓને સચેત રહેવા જણાવ્યું છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter