54 ફૂટ ઊંચા ‘કિંગ ઓફ સાળંગપુર’

Saturday 15th April 2023 06:30 EDT
 
 

સાળંગપુરઃ હનુમાન જયંતી પ્રસંગે સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરે 54 ફૂટની ભવ્ય પ્રતિમા ‘કિંગ ઓફ સાળંગપુર’નું અનાવરણ કરાયું છે. આ સિવાય મંદિર પરિસરમાં વિશાળ અને આધુનિક ભોજનાલય, સ્ટાફરૂમ અને કોઠારરૂમ બનાવવામાં આવ્યા છે. આ પ્રસંગે લાખો ભક્તોએ દાદાનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પંચધાતુથી બનાવાયેલી આ 54 ફૂટ ઊંચી અને 30 હજાર કિલો વજનની આ પ્રતિમા એટલી વિશાળ છે તે તેનાં દર્શન 7 કિમી દૂરથી જ ભક્તો કરી શકે છે. આ સિવાય મંદિર પરિસરમાં 62 હજાર સ્ક્વેર ફૂટના ભવ્ય ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter