અમદાવાદઃ ૫ માર્ચના રોજ સાંજે ૭ઃ૧૩થી ૭ઃ૨૮ના શ્રેષ્ઠ મુહૂર્તમાં અમદાવાદના વિવિધ વિસ્તારોમાં હોળીનું દહન કરવામાં આવ્યું હતું. હોળીના દહન વખતે પૂર્વોત્તર તરફની ઝાળ હતી જેમાં તેનું પ્રમાણ પૂર્વ કરતા ઉત્તર તરફ વધારે હતું.
જ્યોતિષશાસ્ત્રના મતે હોળીના પ્રાગટય બાદ તેની અગન જ્વાળાઓ ઉતર દિશા તરફ ગઇ હોવાથી તે પૂરતો વરસાદ-મબલખ પાક થવાની અને સર્વત્ર સુખાકારી લાવવાનું સૂચવે છે. ઉલ્લેખનીય છે કે, હોળીના દિવસે હોળીને પ્રગટાવ્યા બાદ તેની અગન જ્વાળાઓ કઇ દિશા તરફ જાય છે તેના આધારે આવનારા સમયનો વરતારો નક્કી કરવાની પ્રાચીન પરંપરા છે.
છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કેર છે ત્યારે આ રોગચાળા ઉપર અંકૂશ મેળવવા ભાવિકોએ હોળી દહન વખતે જવ-તલ-શ્રીફળ
સાથે કપૂર-કાળા મરીને પણ હોમ્યા હતા.