અનંત-રાધિકાની પ્રિ-વેડિંગ પાર્ટી 2.0ઃ મહેમાનો ક્રૂઝ પાર્ટીમાં મનભરીને મહાલ્યા

Wednesday 05th June 2024 12:30 EDT
 
 

મુંબઇઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું સેકન્ડ પ્રિ-વેડિંગ ફંક્શન પહેલી જૂને રાત્રે શાનદાર ઉજવણી સાથે પૂર્ણ થયું હતું. ઈટાલીથી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પહેલી તસવીર સામે આવી છે. જેમાં અનંત પ્રિન્ટેડ શર્ટમાં જોવા મળી રહ્યો હતો તો રાધિકા રેડ ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. સાથે જ ક્રૂઝ પાર્ટીમાં ઇશા અંબાણીની પણ પહેલી તસવીર સામે આવી છે. ઈશા વ્હાઇટ કલરના આઉટફિટમાં ઘણી સ્ટનિંગ લાગી રહી છે. તસવીરોની સાથે જ પાર્ટીના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા એક વીડિયોમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ મ્યુઝિક એન્જોય કરતા જોવા મળી રહ્યા છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીની તસવીરો પણ સામે આવી છે.
વિવિધ ક્ષેત્રના ટોચના મહાનુભાવોથી લઇને ઉદ્યોગપતિઓ અને બોલિવૂડ સેલિબ્રિટીસ ઇટાલીના રોમથી ફ્રાન્સના કાન્સ સુધીની ક્રૂઝ યાત્રામાં ભરપૂર મહાલ્યા હતા.

પોર્ટ સિટી મહેમાનો માટે રિઝર્વ
અનંત-રાધિકા અંબાણીની પ્રી- વેડિંગ સેરેમની માટે શનિવારે તમામ 800 મહેમાન ઈટાલીની પોર્ટ સિટી પોર્ટોફિનો પહોંચ્યા હતા. શહેરમાં સાંજે પાંચ વાગ્યા બાદ માત્ર અંબાણી પરિવારના ગેસ્ટને હરવા-ફરવા માટે પરવાનગી હતી. આ માટે મહેમાનોને ખાસ હેન્ડ બેન્ડ અપાયા હતા અને તેના આધારે જ તેમને શહેરમાં પ્રવેશ અપાયો હતો.
સિટી સેન્ટર પિયાઝેટ્ટામાં આવેલી 24 રેસ્ટોરાં અને સુવેનિયર શોપમાં ખાણીપીણી અને ખરીદી માટે મહેમાનોને કોઈ પણ પ્રકારનું પેમેન્ટ કરવાનું નહોતું. ટૂર-ઇવેન્ટ કંપનીઓએ તમામ રેસ્ટોરાં-શોપને પોતાની પાસે બિલ રાખવા કહ્યું છે, જેથી બાદમાં બાકીનું પેમેન્ટ કરી શકાય. જાણીતી પોપ સિંગર કેટી પેરીએ શુક્રવારે લક્ઝરી ક્રૂઝ સેલિબ્રિટી એસેન્ટ પર પરફોર્મ કર્યું હતું. ક્રૂઝ પર માસ્કરેડ બોલ ડાન્સ પણ થયો હતો.

પોપ સિંગર શકીરાનું પરફોર્મન્સ
આ પહેલાં ગુરુવારે રાત્રે પ્રખ્યાત પોપ સિંગર શકીરાએ ક્રૂઝ પર સિંગિંગ અને ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું. આ ઉપરાંત બેકસ્ટ્રીટ બોયઝે પરફોર્મ કર્યું હતું. પોર્ટોફિનોના મેયર માટ્ટેઓ વિકાચાવાએ જણાવ્યું હતું કે પ્રખ્યાત ઇટાલિયન ગાયિકા એન્ડ્રીયા બોસેલી અને વાયોલિનવાદક અનાસ્તાસિયા પેટિશેક પણ પરફોર્મ કર્યું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter