નવી દિલ્હીઃ નિષ્ણાતોનો બહુમતી વર્ગ માને છે કે ભારત મજબૂત સ્થિતિમાં છે, તેથી તે અમેરિકા સાથે ડીલ કરવાની ઉતાવળમાં નથી. જ્યારે, ટેરિફ અંગેના પોતાના દાવાઓમાં ફસાયેલા ટ્રમ્પ તેને શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત કરવા માંગે છે.એક તરફ, ટ્રમ્પે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કર્યો છે. બીજી તરફ, અમેરિકન ટીમ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં વેપાર ડીલ પર ચર્ચા કરવા માટે ભારતની મુલાકાત લેવાની તૈયારી કરી રહી છે. ભારતીય ટીમ અમેરિકામાં હોવાના પણ અહેવાલ છે.
ભારતની કુલ નિકાસમાં અમેરિકાનો હિસ્સો 18 ટકા
2024માં ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર રૂ. 11.28 લાખ કરોડ (129 બિલિયન ડોલર) હતો. ભારતે રૂ. 7.51 લાખ કરોડના માલની નિકાસ કરી હતી. અમેરિકાથી આયાત 3.52 લાખ કરોડ રૂપિયાની હતી. જોકે, 2024-25માં ભારતે વિશ્વભરમાં 72.36 લાખ કરોડ રૂપિયાના માલનું વેચાણ કર્યું હતું. આમાં અમેરિકાનો હિસ્સો માત્ર 18 ટકા છે.
ક્યા દેશ પર કેટલો ટેરિફ
ભારત 50 ટકા
બ્રાઝિલ 50 ટકા
કેનેડા 35 ટકા
ચીન 30 ટકા
મેક્સિકો 25 ટકા
ઈયુ 15 ટકા
સીરિયા 41 ટકા
લાઓસ 40 ટકા
મ્યાનમાર 40 ટકા
સ્વિત્ઝરલેન્ડ 39 ટકા
ઈરાક 35 ટકા
સર્બિયા 35 ટકા
દ. આફ્રિકા 30 ટકા