ગેરકાયદે ઈમિગ્રન્ટ પર ત્રીજી વખત દેશનિકાલનું જોખમ

Wednesday 09th January 2019 02:31 EST
 
 

લંડનઃ ૩૦ ડિસેમ્બરની વહેલી સવારે ડર્બીમાં એ૩૮ પર સફેદ મર્સિડિઝ સાથે રેસ લગાવીને કલાકના ૧૩૦ માઈલની ઝડપે મર્સિડિઝ કાર હંકારનાર ગેરકાયદે ઈમિગ્રન્ટ એહમદ અલી પર ત્રીજી વખત દેશનિકાલનું જોખમ ઉભું થયું છે.

૨૩ વર્ષીય અલી આ કાર તેના મિત્ર પાસેથી થોડા સમય માટે લાવ્યો હતો. અગાઉ તેને બે વખત મોટરિંગ ગુનામાં યુકેથી તડીપાર અને ડ્રાઈવિંગ માટે ગેરલાયક ઠેરવાયો હતો. પરંતુ, તે ગમે તે રીતે ગેરકાયદેસર રીતે પાછો ફર્યો હતો. નેધરલેન્ડમાં સોમાલિયન માતાપિતાને ત્યાં જન્મેલા અલીએ રેસ લગાવી હતી. પરંતુ, તેને ફિન્ડર્ન પાસે અટકાવી દેવાયો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter