ઝંડા ઊંચા રહે હમારા...

Wednesday 22nd March 2023 07:06 EDT
 
 

લંડનઃ રવિવારે સાંજે ખાલિસ્તાન સમર્થકોના એક જૂથે ભારતીય હાઇ કમિશન પર હલ્લાબોલ કરીને તિરંગો ઉતારવાનો હીન પ્રયાસ કર્યો હતો. ખાલિસ્તાનના સમર્થનમાં ભારતવિરોધી નારેબાજી કરી હતી. જોકે બ્રિટનવાસી ભારતીય સમુદાયે આ અલગતાવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો છે.
મંગળવારે આ જ સ્થળે ભારતીયો વિશાળ સંખ્યામાં એકત્ર થયા હતા અને જુસ્સાભેર તિરંગો લહેરાવીને હમ સબ એક હૈનો સંદેશ આપ્યો હતો. ભારતીય સમુદાયે ભારત માતાની જય અને જય હિન્દના નારાથી આકાશ ગજાવ્યું હતું તો ઓસ્કર-વિજેતા ગીત ‘જય હો...’ના તાલે ઝૂમ્યા હતા. ભારતીય સમુદાયમાં હિન્દુ-મુસ્લિમ-શીખ-ઇસાઇ સહિત તમામ ધર્મના લોકો જોવા મળતા હતા. આમ ભારતીય હાઇ કમિશન બહાર જાણે મિની ભારતનો માહોલ સર્જાયો હતો. રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરવા પહોંચેલા ભારતીયોએ ખાલિસ્તાનતરફી અલગતાવાદીઓની ભાંગફોડિયા વૃતિને આકરા શબ્દોમાં વખોડી હતી. ભારતના અલગ અલગ પ્રાંત - પ્રદેશ - રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા ભારતીયોના મોઢે એક જ વાત હતીઃ ભારતમાં જ નહીં, અહીં પણ અશાંતિ ફેલાવવા મથી રહેલા કટ્ટરવાદી પરિબળોને આકરો જવાબ આપવાની જરૂર છે. (વિશેષ અહેવાલ વાંચો પાન - 8)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter