અંબાણીની સંપત્તિ ૧૦૦ બિલિયન ડોલરને પારઃ આ સિદ્ધિ હાંસલ કરનારા દેશના પ્રથમ ઉદ્યોગપતિ

Monday 13th September 2021 05:13 EDT
 
 

મુંબઇ: દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સંપત્તિ ૧૦૦ અબજ ડોલરની ઉપર નીકળી ગઇ છે. આ સિદ્ધિ હાંસલ કરનારા તેઓ પહેલાં ભારતીય છે. બીજી તરફ અંબાણી પહેલાં આવી સિદ્ધિ મેળવનારા વિશ્વમાં માત્ર આઠ લોકો જ છે. અંબાણી આ ક્લબના નવમાં સભ્ય બન્યાં છે. અંબાણીની સંપત્તિ મુખ્ય રૂપથી તેમના નેતૃત્વ હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર્સમાં ઉછાળો આવવાના કારણે વધી છે. દરમિયાનમાં કંપનીમાં તેમનો પારિવારીક હિસ્સો પણ નોંધપાત્ર વધ્યો છે. કેપિટલાઇન ડેટાબેઝ અનુસાર રિલાયન્સમાં અંબાણી પરિવારનો ઇક્વિટી હિસ્સો ૪૯.૧૪ ટકા છે. તેની બજાર વેલ્યૂ વધી આશરે ૧૦૭ અબજ ડોલરની સપાટીએ પહોંચી ગઇ છે. કંપનીનું કુલ માર્કેટકેપ રૂ. ૨૧૮ અબજ ડોલર થવા જાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter