મુંબઇઃ અંબાણી પરિવારમાં ફરી એક વાર ઉજવણીનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. નીતા અને મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી તેમની પ્રેમિકા રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. અનંત અને રાધિકાના લગ્ન 12થી 14 જુલાઈ દરમિયાન મુંબઈના ભવ્યાતિભવ્ય જિયો વર્લ્ડ સેન્ટરમાં યોજાશે. એક અહેવાલ અનુસાર, 12મી જુલાઈએ શુભ લગ્ન સમારોહ, 13મીએ શુભ આશીર્વાદ કાર્યક્રમ અને 14મીએ સ્વાગત સમારોહ યોજાશે. અનંત અને રાધિકાનાં લગ્નના પૂર્વ સમારંભના ભાગરૂપે બીજી જુલાઈએ અંબાણી પરિવારે વંચિત લોકો માટે સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું.
પરિવારના સભ્યોએ સંગીત માટે રિહર્સલ શરૂ કરી દીધું છે. અનંત-રાધિકાના મ્યુઝિકલ પરફોર્મન્સ માટે બે અલગ-અલગ બેચ તૈયાર કરવામાં આવી છે. આ ડાન્સ પરફોર્મન્સમાં એક બેચ અનંતના મિત્રોની હશે, જ્યારે બીજી બેચ રાધિકાના મિત્રોની હશે. એક અહેવાલ મુજબ આ સમારોહમાં બોલિવૂડ ગીતોથી લઈને રાધિકા મર્ચન્ટની ફેવરિટ સિંગર્સ કેટી પેરી, બ્રિટની સ્પીયર્સ અને રિહાન્નાના ગીતો વગાડવામાં આવશે. આ મ્યુઝિકલ ફંક્શનમાં બોલિવૂડ સેલેબ્સ પણ પર્ફોર્મ કરી શકે છે. અનંત-રાધિકાના લગ્ન પહેલાં, બીજી જુલાઈએ અંબાણી પરિવાર વંચિત લોકો માટે સમૂહલગ્નનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ પાલઘરના સ્વામી વિવેકાનંદ વિદ્યામંદિરમાં યોજાયો હતો.