એર ઇન્ડિયા હવે એર એશિયા ઇન્ડિયાને ટેઇકઓવર કરશે

Monday 09th May 2022 10:50 EDT
 
 

નવી દિલ્હી: હવે ટાટા ગ્રૂપની માલિકી ધરાવતી એર ઇન્ડિયાએ એર એશિયા ઇન્ડિયા એરલાઈનમાં 100 ટકા ઇક્વિટી હિસ્સો હસ્તગત કરવાની દરખાસ્ત કરી છે. હાલમાં ટાટા સન્સ પ્રાઈવેટ લિમિટેડ આ કંપનીમાં 83.67 ટકા હિસ્સો ધરાવે છે અને બાકીનો 16.33 ટકા હિસ્સો એર એશિયા ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ ધરાવે છે. નોંધનીય છે કે આ કંપની મલેશિયાના એર એશિયા જૂથનો હિસ્સો છે. 
એર ઇન્ડિયાએ પ્રસ્તાવિત સોદા માટે ભારતીય સ્પર્ધા પંચ (સીસીઆઈ)ની મંજૂરી માગી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter