નવી દિલ્હી: ભારત સરકારે 76મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ શનિવારે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ પારિતોષિકોની જાહેરાત કરી હતી. જેમાં દિવંગત ગાયિકા શારદા સિંહા, ઓસામુ સુઝુકી તેમજ ગુજરાતના જાણીતાં કથ્થક નૃત્યાંગના કુમુદિની લાખિયા સહિત સાત હસ્તીની પદ્મ વિભૂષણ સન્માન માટે પસંદગી થઇ છે. જ્યારે દિવંગત ગાયક પંકજ ઉધાસ અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદી સહિત 19 હસ્તીને પદ્મ ભૂષણ એનાયત થશે. 113 અગ્રણીને પદ્મ શ્રી સન્માન માટે પસંદ કરાયા છે.
પદ્મ વિભૂષણ ખિતાબથી સન્માનિત મહાનુભાવોમાં તેલંગણના ડી. નાગેશ્વર રેડ્ડીને મેડિસીન ક્ષેત્રે તેમના પ્રદાન બદલ આ સન્માનથી સન્માનિત કરાયા છે. પદ્મભૂષણ પારિતોષિક માટે પસંદગી થયેલા મહાનુભાવોમાં પંકજ ઉધાસ અને સુશીલ મોદી ઉપરાંત કલાના ક્ષેત્રે અનંત નાગ, શિવસેનાના દિવંગત નેતા મનોહર જોષી, હોકી ખેલાડી પીઆર શ્રીજેશ, બોલિવૂડ દિગ્દર્શક શેખર કપૂરના નામ સામેલ છે.
આ સિવાય 113 પદ્મશ્રી એવોર્ડ્સ વિજેતાઓમાં પ્રખ્યાત ગાયક અરિજિત સિંહ, મરાઠી કલાકાર અને કોમેડિયન અશોક સરાફ, અશ્વિની દેશપાંડે, બેરી ગોડફ્રે જોન, રાજસ્થાનના ભજન ગાયિકા બેગમ બતૂલ, વિખ્યાત મંદિર શિલ્પી ચંદ્રકાત સોમપુરા, પૂર્વ ખેલાડી રવિચંદ્રન અશ્વિન, ગાયિકા જસપિંદર નરુલા, પશ્ચિમ બંગાળના મમતા શંકર સહિતના મહાનુભાવોના નામ સામેલ છે. ગુજરાતની આઠ હસ્તીઓને પણ પદ્મ એવોર્ડથી નવાજવામાં આવી છે.
પદ્મ વિભૂષણઃ • એલ. સુબ્રમણ્યમ્ કળા • ઓસામુ સુઝુકી (મરણોપરાંત) બિઝનેસ • શારદા સિંહા (મરણોપરાંત) કળા • ડી.એન. રેડ્ડી મેડિસીન • જસ્ટિસ જે.એચ. ખેચર જાહેર સેવા • એમ.ટી. વાસુદેવન નાયર મરણોપરાંત • કુમુદિની લાખિયા કળા
પદ્મ ભૂષણઃ • અનંત નાગ કળા • બિબેક દેબરોય (મરણોપરાંત) સાહિત્ય-શિક્ષણ • મનોહર જોશી (મરણોપરાંત) જાહેર જીવન • પીઆર શ્રીજેશરમતગમત
• પંકજ ઉધાસ (મરણોપરાંત) કળા • શેખર કપૂર કળા • સુશીલ કુમાર મોદી (મરણોપરાંત) જાહેર જીવન
પદ્મ શ્રીઃ • અરિજિત સિંહ કળા • અશ્વિની દેશપાંડે કળા • જસપિંદર નરુલા કળા • આર. અશ્વિન રમતગમત • નિર્મલા દેવી કળા
દરિયાપારના દેશમાં વસતાં પદ્મ ખિતાબથી સન્માનિત મહાનુભાવો
(પદ્મ ભૂષણ) • વિનોદ ધામ - યુએસ - વિજ્ઞાન
(પદ્મ શ્રી) • અજય ભટ્ટ - યુએસ • એસ. પંચનાથન - યુએસ • સ્ટિફન નાપ - યુએસ • નીતિન નોહરિયા - યુએસ • અરવિંદ શર્મા - કેનેડા • ચેતન ચિટનિસ - ફ્રાન્સ • જોનાસ માસેટ્ટી - બ્રાઝિલ • શૈખા શેખ અલી અલ-જબેર અલ-સબાહ - કુવૈત