કાશ્મીરમાં સૈન્ય કાફલા પર આતંકી હુમલો, પાંચ જવાન શહીદ

Wednesday 10th July 2024 18:22 EDT
 
 

જમ્મુઃ જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં સોમવારે સૈન્યકાફલા પર આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ થયા છે જ્યારે અન્ય 6 જવાન ઘાયલ થયા હતા. કઠુઆ જિલ્લાના મછેડી વિસ્તારમાં આ હુમલો થયો હતો. આતંકવાદીઓના ફાયરિંગ બાદ જવાનોએ પણ વળતો જવાબ આપ્યો હતો. હુમલા બાદ આતંકી નાસી છૂટયા હોવાની આશંકાને પગલે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર મછેડીના લોહાઈ બ્લોકના બદનોટા ગામમાં આતંકવાદીઓએ ટેકરી પરથી સૈન્યવાહન પર હુમલો કર્યો હતો. તેમણે ગ્રેનેડ પણ ઝીંક્યા હતા. જમ્મુ-કાશ્મીરના કુલગામમાં બે એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ 8 આતંકીઓનો સફાયો કર્યાના એક દિવસ બાદ આ હુમલો થયો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter