ટીડીપીના ૬૦ નેતા અને હજારો કાર્યકરો ભાજપમાં

Thursday 22nd August 2019 06:33 EDT
 

હૈદરાબાદઃ ચંદ્રાબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના આશરે ૬૦ નેતાઓ અને એમના હજારો સમર્થકોએ રવિવારે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. આ તમામ નેતાઓ અને કાર્યકરોએ હૈદરાબાદમાં ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે. પી. નડ્ડાની હાજરીમાં પાર્ટીની સદસ્યતા લીધી હતી. જૂન મહિનામાં ટીડીપી છોડીને ભાજપમાં આવેલા લંકા દિનકરે કહ્યું હતું કે, અમારા આંધ્ર પ્રદેશ અને તેલંગાણા એકમ માટે આ સારો સંકેત છે. હજારો કાર્યકર્તાઓ ભાજપમાં સામેલ થયા છે. નેતાઓમાં રાષ્ટ્રીય સ્તરના છે અને કેટલાક રાજ્યસ્તરના છે. મોદી સરકારે ટ્રિપલ તલાક કાયદો બનાવ્યો અને જમ્મુ અને કાશ્મીરમાં કલમ ૩૭૦ નાબૂદ કરી એને અમારું સમર્થન છે. હજી ઘણા નેતા આ મુદ્દે ભાજપમાં જોડાવવા ઇચ્છે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter