ડ્રગ્સ કેસમાં હવે શક્તિ કપૂરના પુત્ર સિદ્ધાંતની ધરપકડ

Wednesday 15th June 2022 12:07 EDT
 
 

બેંગ્લૂરુઃ નશીલા પદાર્થોના મામલે ફરી એક વખત બોલિવૂડ સમાચારમાં છે. પોલીસે બોલિવૂડ સ્ટાર શક્તિ કપૂરના પુત્ર અને અભિનેત્રી સોનમ કપૂરના ભાઇ સિદ્ધાંત કપૂરની એક ડ્રગ્સ કેસમાં બેંગ્લૂરુથી ધરપકડ કરી છે. દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનાં મૃત્યુ પછી ફિલ્મજગત સાથે જોડાયેલા અનેક લોકોના નામ ડ્રગ્સકેસમાં સામે આવી રહ્યા છે. આ સંદર્ભમાં જ સિદ્ધાંત કપુર સામે કાર્યવાહી કરાઈ છે. પોલીસે કરેલા ટેસ્ટિંગમાં તેણે ડ્રગ્સનું સેવન કર્યું હોવાનું પુરવાર થયું છે. આ અગાઉ 2008માં પણ એક ડ્રગ્સ કેસમાં સિદ્ધાંત કપૂરનું નામ બહાર આવ્યું હતું અને તેની પૂછપરછ કરાઈ હતી. પોલીસ આ ઘટનામાં કોણે ડ્રગ્સ સપ્લાય કર્યું હતું તેની તપાસ કરી રહી છે. સિદ્ધાંત કપૂરની ધરપકડ પછી શક્તિ કપૂરે કહ્યું હતું કે આવું શકય બની શકે જ નહીં. સિદ્ધાંત ડીજે તરીકે કામ કરે છે અને એક પાર્ટી સંદર્ભે બેંગ્લૂરુ ગયો હતો.
શ્રદ્ધા કપૂરની પણ પૂછપરછ કરાઈ હતી
2020 સુશાંતસિંહ રાજપૂતનાં શંકાસ્પદ મૃત્યુ પછી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) દ્વારા શ્રદ્ધા કપૂરની પણ પૂછપરછ કરવામાં આવી હતી. બોલિવૂડના કેટલાક સ્ટાર ડ્રગ્સ લેવાના મામલે શંકાના દાયરામાં હતા. આમાં ડ્રગ્સ પેડલર્સ સાથે કેટલાક સ્ટારની સાઠગાંઠ બહાર આવી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter