દિલ્હીમાં ટર્મિનલ-1ની છત તૂટી પડી

Saturday 06th July 2024 05:22 EDT
 
 

કાળઝાળ ગરમીની અગનભઠ્ઠીમાં શેકાતી રાજધાની દિલ્હી પર હવે આકાશમાંથી વરસાદી આફત ખાબકતા મોસમના પહેલા જ વરસાદમાં દિલ્હી ડૂબી ગયું છે. શુક્રવાર 28 જૂને વહેલી સવારે ત્રણથી ચાર કલાકમાં અંદાજે નવ ઈંચ વરસાદમાં સમગ્ર દિલ્હી જળબંબાકાર થઈ ગયું હતું. દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-1ની છત તૂટી પડતાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે કેટલીક ફ્લાઈટ્સ રદ કરી દેવી પડી હતી તેમજ અનેક કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.  મૂશળધાર વરસાદે 88 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter