ફિલ્મ ઇન્સ્ટિટ્યુટના પ્રમુખપદે આર. માધવન

Monday 11th September 2023 12:08 EDT
 
 

જાણીતા અભિનેતા અને થ્રી ઈડિયટ ફેઈમ આર. માધવનની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એફટીઆઈઆઈ)ના પ્રમુખ તેમ જ ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષપદે વરણી થઈ છે.
તાજેતરમાં જાહેર કરાયેલા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં તેમની ફિલ્મ ‘રોકેટ્રીઃ ધ નામ્બી ઇ ફેક્ટ’ને બેસ્ટ ફીચર ફિલ્મના એવોર્ડથી નવાજવામાં આવી હતી. આ ફિલ્મનું તેમણે દિગ્દર્શન સંભાળ્યું હતું અને સાથોસાથ વિજ્ઞાની નામ્બી નારાયણનો રોલ પણ કર્યો હતો.
કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકરે એકસ પ્લેટફોર્મ (પૂર્વ ટ્વિટર) પર પોસ્ટ મૂકીને આ વાતની જાહેરાત કરતાં નેશનલ એવોર્ડ વિજેતા અભિનેતાને અભિનંદન આપ્યા હતા. માધવને વળતી પોસ્ટમાં સુવિખ્યાત ઇન્સ્ટિટ્યુટના પ્રમુખપદે વરણી કરવા બદલ આભાર પણ માન્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter