મનમોહન સિંહ રાજસ્થાનમાંથી રાજ્યસભામાં નિર્વિરોધ ચૂંટાયા

Thursday 22nd August 2019 08:21 EDT
 

જયપુરઃ પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ સોમવારે રાજસ્થાનમાંથી રાજ્યસભાના સભ્યપદે ચૂંટાઈ આવ્યા હતા. ભાજપે પહેલેથી જ ડો. મનમોહન સિંહ સામે કોઈ ઉમેદવાર ના ઊભો રાખવા નિર્ણય લીધો હતો. તેથી ઉમેદવારી પાછી ખેંચવાની આખરી તારીખ વીતી જતાં મનમોહન સિંહને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. રાજ્યના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે રાજયસભાના સભ્યપદે ચૂંટાઈ આવતા બદલ મનમોહનસિંહને અભિનંદન આપ્યા હતા. કોંગ્રેસે મનમોહન ચૂંટાઈ આવ્યા હોવાનું પ્રમાણપત્ર શેર કરતાં ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહ રાજસ્થાનમાંથી રાજ્યસભાના સભ્યપદે નિમાતા અભિનંદન આપીએ છીએ. તેમના જ્ઞાનના ભંડાર, કર્તવ્યનિષ્ઠા અને અનુભવનો બધાને લાભ મળશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter