મેક માય ટ્રીપના સંસ્થાપક દીપ કાલરાનું કંપનીના વિસ્તરણ માટે સીઈઓ પદેથી રાજીનામું

Thursday 13th February 2020 06:35 EST
 
 

મુંબઈ: ઓનલાઈન ટ્રાવેલ પોર્ટલ મેક માય ટ્રીપના સંસ્થાપક અને ગ્રૂપના ચિફ એક્ઝિક્યુટિવ ઓફિસર દીપ કાલરાએ તેમનો હોદ્દો છોડી દીધો છે. હવે કંપનીના બીજા સંસ્થાપક અને ભારતના સીઈઓ રાજેશ માગો આ હોદ્દો સંભાળશે. દીપ કાલરા હવે ગ્રૂપ એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે કંપનીના વિસ્તરણ માટે કામ કરશે.

ગુરુગ્રામ સ્થિત આ કંપની ભારતની સૌથી મોટી ઓનલાઈન ટ્રાવેલ ઓપરેટર છે. અમેરિકાના નાસડેક શેરબજારમાં એ લિસ્ટેડ કંપની છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, દીપ કાલરા હવે કંપની માટે નવી રણનીતિ ઘડશે. નવા પ્રોડક્ટ ઇનોવેશન કરશે અને વિસ્તરણ પર ધ્યાન આપશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter