રૂ. 2000ની રૂ. 7,755 કરોડના મૂલ્યની નોટો લોકો પાસે પડેલી છે

Sunday 09th June 2024 09:03 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્કનું કહેવું છે કે દેશનાં માર્કેટમાંથી રૂ. 2000ની ચલણી નોટો પાછી ખેંચી લેવામાં આવ્યા છતાં લોકો પાસે હજી રૂ. 7,755 કરોડ મૂલ્યની નોટો જમા પડેલી છે. લોકોએ આ ચલણી નોટો બેન્કોમાં જમા કરાવી નથી. બેન્કિંગ સિસ્ટમમાં 97.82 ટકા નોટો જ જમા કરાવવામાં આવી છે. આરબીઆઈ દ્વારા 19મી મે 2023નાં રોજ માર્કેટમાંથી રૂ. 2000ની ચલણી નોટો પાછી ખેંચી લેવાની જાહેરાત કરાઈ હતી. તે દિવસે કામકાજનાં કલાકો પૂરા થયા ત્યારે માર્કેટમાં રૂ. 2000નાં મૂલ્યની કુલ રૂ. 3.56 લાખ કરોડની નોટો બજારમાં ફરતી હતી. જે 31મે 2024નાં રોજ ઘટીને રૂ. 7,755 કરોડની થઈ ગઈ છે. આમ 97.82 ટકા નોટો બેન્કોમાં જમા કરાવવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter