વડા પ્રધાનની નેમપ્લેટમાં ‘ભારત'

Friday 15th September 2023 06:17 EDT
 
 

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં જી-20 સમિટમાં ઉદ્ઘાટન ભાષણ આપ્યું ત્યારે તેમની આગળની નેમપ્લેટમાં ઇન્ડિયાની જગ્યાએ ‘ભારત’ લખેલું હતું, રાષ્ટ્રપતિભવને પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયાની જગ્યાએ પ્રેસિડન્ટ ઓફ ભારતના નામે વૈશ્વિક નેતાઓને ડિનર માટે આમંત્રણ આપ્યું ત્યારે મોટો રાજકીય વિવાદ ઊભો થયો હતો. વિદેશી પ્રતિનિધિઓ માટે બનેલી 620 પુસ્તિકામાં પણ ભારતનો ઉલ્લેખ કરાયો છે. ‘ભારત, લોકશાહીની માતા’ નામની પુસ્તિકામાં જણાવ્યું છે કે ‘ભારત દેશનું સત્તાવાર નામ છે. તેનો ઉલ્લેખ બંધારણમાં તેમજ 1946-48ની ચર્ચાઓમાં પણ છે.’ G20 લોગોમાં બંને નામ હતા - હિન્દીમાં બોલતા મોદીએ કહ્યું કે ભારત 20ના કે અધ્યક્ષ તરીકે પ્રતિનિધિઓનું સ્વાગત કરે છે. ભારત વિરુદ્ધ ઇન્ડિયાના વિવાદ વચ્ચે સરકારનો આ સ્પષ્ટ સંદેશ હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter