સંક્ષિપ્ત સમાચાર (ભારત)

Wednesday 27th November 2019 06:21 EST
 

• સુભાષ ચંદ્રાનું ઝીના ચેરમેનપદેથી રાજીનામુંઃ સુભાષ ચંદ્રાએ ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઈઝ બોર્ડના અધ્યક્ષપદેથી તાકીદની અસરથી રાજીનામું આપી દીધું છે. તેના રાજીનામાનો બોર્ડ સ્વીકાર પણ કરી લીધો છે, પરંતુ તેઓ નનએક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે બોર્ડમાં ચાલુ રહેશે. શેરહોલ્ડિંગમાં થયેલા ફેરફારને પગલે સુભાષ ચંદ્રાએ બોર્ડના ચેરમેનપદેથી રાજીના આપવાની ઈચ્છા જાહેર કરી હતી. બોર્ડે તેમના રાજીનામાની સ્વીકાર રતા જણાવ્યું હતું કે સેબી લિસ્ટિંગ રેગ્યુલેશનના નિયમ ૧૭ મુજબની આ જરૂરિયાત હતી.
• કાશ્મીરી નેતાઓને ઘરે જવા દેવાયાઃ પાંચમી ઓગષ્ટથી નજરકેદમાં રખાયેલા કાશ્મીરના કેટલાક નેતાઓને ૨૪મીએ થોડા સમય માટે મુક્ત કરાયા હતા. તો કેટલાક નેતાઓને ટૂંક સમયમાં છોડી મૂકાશે, એમ અધિકારીઓએ કહ્યું હતું. ૨૪મીએ ચાર નેતાઓ કરેલી વિનંતી પગલે તેમને થોડા કલાક માટે તેમના ઘરે જવા દેવાયા હતા. તો કેટલાક નેતાઓને તેમની તબિયત ખરાબ હોવાના કારણે રાજ્ય બહાર જવાની પણ મંજૂરી અપાશે.
• સાંગલી રાજવીગૃહ તપાસનો રેલોઃ ભારતના સત્તાવાળા મહારાષ્ટ્રના પૂર્વ સાંગલી રાજવીગૃહના બે સભ્યો વિષે વધુ વિગત મેળવવા સ્વિત્ઝર્લેન્ડના કરવેરા વિભાગનો સંપર્ક સાધી રહ્યા છે. ભારતે રાજવી દંપતી વિજયસિંહ માધવરાવ પટવર્ધન અને રોહિણી વિજયસિંહ પટવર્ધન સામેની આ તપાસમાં વહીવટી સહાય કરવા સ્વિત્ઝર્લેન્ડને કરેલી વિનંતીને પગલે સ્વિસ કરવેરા વિભાગે દંપતીને માહિતી આપવા સામે પોતાનો વાંધો રજૂ કરવા કે પછી કેસની કાર્યવાહી સંબંધમાં પોતાના નોમિનીની નિમણૂક કરવા રાજવી દંપતીને જાહેર નોટિસ આપી છે. પટવર્ધન દંપતી તે બોલિવૂડની અભિનેત્રી ભાગ્યશ્રીનાં માતા-પિતા છે. ૧૯૮૯માં આ અભિનેત્રીએ મૈંને પ્યાર કિયા ફિલ્મથી ખ્યાતિ મેળવી હતી.
• મુસ્લિમ પણ સંસ્કૃત ભણાવી શકેઃ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં મુસ્લિમ પ્રોફેસર પ્રોફેસર ડો. ફિરોઝ ખાન સંસ્કૃત ભણાવી રહ્યા છે પણ તેનો કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરાયો હતો. જોકે સંઘે જણાવ્યું કે એક મુસ્લિમ પ્રોફેસર સંસ્કૃત ભણાવી શકે તેનો વિરોધ અયોગ્ય છે. જોકે મામલો ભારે ચગ્યો છે અને સોશિયલ મીડિયા પર પણ લોકો પ્રોફેસરને સમર્થન આપી રહ્યા છે.
• રાજીવ ગાંધીના હત્યારા રોબર્ટ પાયસને પેરોલ: પૂર્વ વડા પ્રધાન રાજીવગાંધીની હત્યા મામલે જન્મટીપની સજા કાપી રહેલા સાત દોષિતોમાંથી એક રોબર્ટ પાયસને મદ્રાસ હાઇકોર્ટે ૨૦મી એ ૩૦ દિવસના પેરોલ આપ્યા. પાયસે અરજીમાં દીકરાનાં લગ્નની તૈયારી માટે પેરોલ માગ્યા હતા. પાયસને ૨૫ નવેમ્બરથી ૨૪ ડિસેમ્બર સુધી શરતો આધારિત પેરોલ અપાયા છે. શરત મુજબ પાયલ જેલથી બહાર આવતા મીડિયા, રાજકીય પક્ષો અને પ્રસિદ્ધ લોકો સાથે વાતચીત નહીં કરે.
• સાધ્વી પ્રજ્ઞા સંરક્ષણ મંત્રાલયની સમિતિમાંઃ માલેગાંવ બ્લાસ્ટની આરોપી ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરને હાલમાં નજરકેદ રખાયેલા જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ફારૂક અબ્દુલ્લાના સંરક્ષણ મામલે જોડાયેલી સંસદીય સમિતિમાં સામેલ કરાયાં છે. ૨૧ સભ્યોની સંયુક્ત સલાહકાર સમિતિના સલાહકાર પદે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ છે. સમિતિમાં લોકસભાના ૯ સભ્યોનો સમાવેશ કરાયો છે. સાધ્વી પ્રજ્ઞા તેના વિવાદિત નિવેદન માટે ચર્ચામાં રહે છે.
• ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા મની લોન્ડરિંગઃ રાજકીય પાર્ટીઓને ડોનેશન માટે ઇલેક્ટોરલ બોન્ડની સ્કીમ લાગુ કરવામાં સરકારે ઉતાવળ કરીને આરબીઆઈ અને ચૂંટણી પંચે ઉઠાવેલા વાંધાને પણ ડસ્ટબિનમાં નાખી દીધા હોવાનો ખુલાસો કરતી આરટીઆઇ બાદ ૨૧મીએ કોંગ્રેસ સહિતના વિપક્ષે સંસદના બંને ગૃહમાં સરકાર પર પસ્તાળ પાડી મોટા કૌભાંડનો આરોપ મૂક્યો હતો. લોકસભામાં ઇલેક્ટોરલ બોન્ડનો મુદ્દો ઉઠાવતાં કોંગ્રેસે જણાવ્યું હતું કે, સરકારે ભ્રષ્ટાચાર સત્તાવાર બનાવી દીધો છે. શૂન્ય કલાક દરમિયાન આ મુદ્દો ઉઠાવતાં કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ જણાવ્યું હતું કે, રિઝર્વ બેન્ક અને ચૂંટણી પંચે ઇલેક્ટોરલ બોન્ડની સ્કીમ સામે વાંધો ઉઠાવ્યો હોવા છતાં સરકારે તેનો અમલ કર્યો.
• બીપીસીએલ સહિત ૫ સરકારી કંપની વેચાશેઃ કેન્દ્ર સરકારે ભારત પેટ્રોલિયમ, શિપિગ કોર્પોરેશન અને કોરકોર સહિત ૫ સરકારી કંપનીઓના વેચાણને મંજૂરી આપી છે. કેબિનેટની બેઠક પછી નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે નુમાલીગઢ રિફાઇનરીનું વેચાણ નહીં થાય પણ બીપીસીએલનો ૬૧.૬૫ ટકા હિસ્સો અન્ય સરકારી કંપનીને અપાશે. જ્યારે બીપીસીએલનું
સંપૂર્ણ મેજેન્ટમેન્ટ કન્ટ્રોલ તબદિલ થશે. બીપીસીએલનું વેચાણ કરતા પહેલા તેની સંપત્તિ ત્રણ ભાગમાં વહેચાશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter