વીતેલા વર્ષ ૨૦૧૯નું વિહંગાવલોકનઃ ગુજરાત

Saturday 11th January 2020 05:33 EST
 
 

વીતેલા વર્ષ ૨૦૧૯ દરમિયાન ગુજરાતમાં બનેલી વિવિધ ઘટનાઓની આછેરી ઝલક...

જાન્યુઆરી
• ભાજપી નેતા જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં ગોળી મારીને હત્યાઃ છબીલ પટેલ, મનિષા ગોસ્વામી પર ષડયંત્રનો આરોપ
• રાજકોટમાં ‘એઈમ્સ’ને મંજૂરીની ના. મુખ્ય પ્રધાન દ્વારા જાહેરાત
• ‘વાયબ્રન્ટ’ સફળતાઃ ૧૫ સહભાગી દેશઃ ૧૩૫ દેશોના મહેમાનો
• સુરતથી શારજાહની પ્રથમ ઈન્ટરનેશનલ ફ્લાઈટનો પ્રારંભ
• ગુજરાતની ૮ હસ્તી નગીનદાસ સંઘવી, જોરાવરસિંહ જાદવ, વલ્લભભાઈ મારવાણિયા, બિમલ પટેલ, મુક્તાબહેન ડગલી, અબ્દુલ ગફાર ખત્રી, ગણપતભાઈ પટેલને પદ્મ સન્માન
• ૭૦મા ગણતંત્ર દિવસની રાજ્યકક્ષાની પાલનપુરમાં ઉજવણી
• પઠાણકોટ પાસે ગુજરાતના પ્રવાસીઓની બસ પલટીઃ બે એનઆરઆઈ મહિલાઓનાં મોત
• ખ્યાતનામ ગાયિકા માયા દીપકને સેતુરત્ન એવોર્ડ

ફેબ્રુઆરી
• વડા પ્રધાન મોદીએ દાંડીમાં નેશનલ સોલ્ટ મેમોરિયલ ખુલ્લું મૂક્યું
• ઊંઝાનાં કોંગ્રેસી ધારાસભ્ય આશા પટેલનું રાજીનામું
• શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાયાઃ પ્રદેશ પ્રમુખ પદ સંભાળ્યું
• અલ્પેશ ઠાકોરના વિરોધમાં ઠાકોર સેનાના ટુકડાંઃ રોયલ ક્ષત્રિય સેનાની રચના
• ડો. વલ્લભ કથીરિયા રાષ્ટ્રીય કામધેનુ પંચના ચેરમેન નિયુક્ત

માર્ચ
• અમદાવાદમાં મેટ્રો રેલસેવાના એક રૂટનો પ્રારંભ
• સાહિત્યકાર મોહમ્મદ માંકડને ગૌરવ પુરસ્કાર
• ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબાનો ભાજપ પ્રવેશ
• ૨૯૦ મિનિટમાં ૨૬૦ વ્યક્તિમાં કૃત્રિમ અંગો બેસાડવાનો વિક્રમ
• લેહમાં શહીદ જવાન ખુશાલસિંહને વતન મેઘરજમાં અંતિમ વિદાય
• રૂ. ૧૦૦૦ કરોડના ખર્ચે સાકાર થનારા ઉમિયા ધામનું વડા પ્રધાનના હસ્તે ભૂમિપૂજન
• સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટને ૩ ઈન્ટરનેશનલ એવોર્ડ
• સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સેલર પદે હસમુખ અઢિયા
• જયંતી ભાનુશાળી હત્યા કેસઃ પુત્ર સિદ્ધાર્થ બાદ છબીલ પટેલની પણ ધરપકડ
• પાટણ યુનિવર્સિટીના કુલપતિ ડો. બી. એ. પ્રજાપતિ ભ્રષ્ટાચારના આરોપસર સસ્પેન્ડ
• મહિપતસિંહ ચાવડા ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ બન્યા
• ‘પાસ’ના સ્નેહમિલનમાં મારામારીઃ ‘હાર્દિક પટેલ હાય હાય’ના નારા
• પાંચમી સદીની ગૌતમ બુદ્ધની પ્રતિમાનો માથાનો ભાગ મળ્યો
• હીરાઉદ્યોગની અગ્રણી યુરોસ્ટાર કંપની રૂ. ૩૦૦૦ કરોડમાં કાચી પડી
• સાવરકુંડલામાં ૨૦૦ કોંગ્રેસીઓનાં રાજીનામા
• રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંશોધકોને એવોર્ડ એનાયત કર્યાં
• ગોધરાકાંડના કાવતરાખોર યાકુબ પાતળિયાને આજીવન કેદ
• વર્ષ ૨૦૧૦માં બસમાં લૂંટ – ડબલ મર્ડરના કેસમાં ૪ને આજીવન કેદ
• પદ્મશ્રી હકુભાઈ શાહનું અવસાન

એપ્રિલ
• જેટ એરવેઝની અમદાવાદ – ઈન્દોર ફ્લાઈટ બંધ
• બેલા સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોર પકડાયો
• ઘૂસણખોરોએ રૂ. ૫૦૦ કરોડના હેરોઈન સાથે બોટ સળગાવીઃ આઠ ઈરાની શખસોની ધરપકડ
• વિધાનસભાની ટિકિટ ન મળતાં શામજી ચૌહાણ કોંગ્રેસ છોડીને ફરી ભાજપમાં જોડાયા
• પદ્મશ્રી વિહારીદાસ પટેલનું અવસાન
• ઉમિયા માતાજીના દિવ્ય રથ દ્વારા રૂ. ૪૦૦ કરોડનું દાન એકત્ર
• પૂર્વ સાંસદ સવશીભાઈ મકવાણાનું નિધન
• ‘પાસ’ના યુવા નેતા અલ્પેશ પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો
• અમદાવાદ-બેંગ્કોક ફ્લાઈટનો પ્રારંભ
• જયંતી ભાનુશાળી હત્યાકેસઃ જયંતી ઠક્કરની ધરપકડ
• ગુજરાતમાં ભરઉનાળે કમોસમી વરસાદઃ પાકને ભારે નુકસાન
• દ્વારકા બેઠકની વિધાનસભા ચૂંટણી રદઃ પબુભા માણેકે ધારાસભ્ય પદ ગુમાવ્યું
• ગુજરાત સરકાર બિલ્કીસબાનુને રૂ. ૫૦ લાખ, મકાન અને નોકરી આપેઃ સુપ્રીમ કોર્ટ
• પાકિસ્તાનની જેલમાંથી મુક્ત ૧૦૦ માછીમારો વેરાવળ પહોંચ્યા
• ગુજરાતમાં ગરમીનો પારો ૪૩ ડિગ્રી પારઃ એક દિવસમાં ૫૩ બેભાન
• વડોદરાની મોડેલ-એક્ટ્રેસ પ્રાચી મૌર્યની હત્યાઃ પ્રેમીની ધરપકડ
• બળાત્કારી નારાયણ સાઈને આજીવન કેદઃ ૧ લાખ રૂપિયા દંડ
• ઊંઝા-અમદાવાદ સ્થિત જીરાના ૩૯ વેપારીઓને ત્યાં દરોડા

મે
• મોરવાહડફના ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટ સસ્પેન્ડઃ જાતિનું ખોટું પ્રમાણપત્ર દર્શાવ્યું હતું
• ઈશરત એન્કાઉન્ટર સાચુંઃ વણઝારા અને અમીન આરોપમુક્ત જાહેર
• ગઢડા સ્વામીનારાયણ બોર્ડની ચૂંટણીમાં દેવ પક્ષનો વિજય
• લંડનની એમજી મોટર્સે હાલોલમાં કાર ઉત્પાદન શરૂ કર્યું
• દલિત વરરાજાઓનાં વરઘોડા બાબતે રાજ્યવ્યાપી વિવાદ
• જૂનાગઢ સ્વામીનારાયણ મંદિરમાં ચૂંટણીઃ આચાર્ય પક્ષની જીત
• રાજ્યમાં તોફાની વાવાઝોડા સાથે કરાનો વરસાદ
• અમદાવાદઃ સ્ટોર્મ વોટર લાઈનમાં ગેસ ગળતરથી ચારનાં મોત
• ‘ગુજરાત સમાચાર’ના માનદ્ તંત્રી અને વરિષ્ઠ પત્રકાર-લેખક પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાને ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડિલિટની માનદ્ પદવી
• સંત સદારામબાપાએ અંતિમ શ્વાસ લીધાઃ ૯ કિલોમીટર લાંબી પાલખી યાત્રામાં હજારો અનુયાયી ઉમટ્યા
• કંડલા - અમદાવાદ ફ્લાઈટનો પ્રારંભ
• સુરતમાં કોચિંગ ક્લાસીસમાં આગઃ ચોથા માળેથી બાળકોનો મોતનો કુદકો, ૨૨નાં મોત
• મનપસંદ બેવરેજિસનું રૂ. ૩૦૦ કરોડનું કૌભાંડ
• જખૌમાંથી ઝડપાયેલું ડ્રગ્સ રૂ. ૧૦૦૦ કરોડનું હોવાનું ખૂલ્યું
• જયંતી ભાનુશાળી હત્યાકેસઃ કિલર રાજુ ધોત્રેની ધરપકડ

જૂન
• ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયેલી માયુષી ભગત ગુમ
• ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં ૪.૩ની તીવ્રતાનો ભૂકંપ
• બાલાસિનોરમાં દેશના સૌપ્રથમ ડાયનાસોર મ્યુઝિયમનું લોકાર્પણ
• અંબાજી પાસે જીપ ઘાટમાં પડીઃ નવ પ્રવાસીનાં મોત
• ફલહે ઈન્સાનિયત ટેરર ફંડિંગ કેસઃ મોહમ્મદ આરિફ દિલ્હીમાંથી ઝડપાયો
• જોમજોધપુર કસ્ટોડિયલ ડેથ કેસઃ સંજીવ ભટ્ટને આજીવન કેદ
• ગુજરાતમાં જૂન અંતે વિધિવત્ ચોમાસાનો પ્રારંભઃ સાર્વત્રિક વરસાદ
• પત્રકાર – લેખક નગીનદાસ સંઘવીનું રાજકોટમાં શતાયુ સન્માન
• અમદાવાદ એરપોર્ટ પરથી પાંચ વર્ષમાં ૪૦૦૦ કિલો સોનું દાણચોરીથી ઘુસાડાયું

(ક્રમશઃ)
 (સંકલનઃ ખુશાલી દવે)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter